Dr. Bharat Kanabar: પક્ષ પલટુઓને ભાજપ નેતાનો કટાક્ષ, શર્ટ બદલે એમ રાજકીય પાર્ટીઓ બદલેઃ ડૉ.ભરત કાનાબાર
- Dr. Bharat Kanabar: ડૉ. ભરત કાનાબારનું ટ્વીટ
- પક્ષપલટુ નેતાઓ પર ભાજપ નેતાના આકરાં પ્રહાર
- પક્ષ પલટુ નેતાઓ પર ડો.ભરત કાનાબારની વેધક ટકોર
- "શર્ટ બદલે એમ રાજકીય પાર્ટીઓ બદલે છે આગેવાનો"
Dr. Bharat Kanabar: અમરેલી જિલ્લાના ભાજપ નેતા ડૉક્ટર ભરત કાનાબાર અવાર નવાર પોતાના કટાક્ષ અને ટ્વીટને લઈને ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે ફરી એકવાર તેમની પોસ્ટે રાજકારણમાં ચર્ચા જગાવી છે. આ વખતે કાનાબારે પક્ષપલટુ નેતાઓને ટાંકીને સોશિયલ મીડિયામાં એક કટાક્ષભરી પોસ્ટ કરી છે.
ડૉ.ભરક કાનાબારે એવા રાજકીય આગેવાનો સામે વેધક સવાલો ઉઠાવ્યા છે. જે વારંવાર પાર્ટી બદલતા હોય. પાર્ટી બદલનારા આગેવાનોને ભાજપ નેતાએ સવાલ કર્યો છે કે, લોકો આવા અગ્રણીઓને પૂછતાં નથી કે અગાઉ મત માંગવા આવેલા તે સિમ્બોલના વિરોધમાં જ તમે ઉતર્યા છો? કાનાબારે જનતાને અપીલ કરતા લખ્યું કે, આવા નેતાઓને ઘરભેગા કરી દેવા જોઈએ.
Dr. Bharat Kanabar: ભરત કાનાબારનું ટ્વીટ
વર્તમાન સમયમાં રાજકીય આગેવાનો શર્ટ બદલે એટલી આસાનીથી પાર્ટી બદલી રહ્યા છે ।
ભાજપના એક ચૂંટાયેલા કોર્પોરેટરે પક્ષપલટો કરી રાજકોટ કોર્પોરેશનમાં એક મતની બહુમતી ધરાવતા ભાજપને લઘુમતીમાં મૂકી દીધેલ. એના વિરોધમાં સ્વ. ચીમનભાઈ શુક્લએ રાજકોટમાં જાહેરમાં અનશન કરી પ્રચંડ લોકમત જાગૃત કરેલ અને તે કોર્પોરેટરને રાજીનામુ આપવાની ફરજ પાડી હતી. પેટાચૂંટણીમાં જનતાએ તે નગરસેવકને ઘરભેગા કરી દીધા હતા.અત્યારે પક્ષપલ્ટા વિરોધી કાનૂન તો છે પણ પક્ષ બદલી ફરી લોકો પાસે ફરી આવતા આગેવાનોને લોકો પૂછતા નથી કે અગાઉ તમે જે સિમ્બોલ લઇ અમારી પાસે મત માંગવા આવેલા ( અને અમે તમને એ સિમ્બોલ પર જીતાડી પણ દીધા હતા ) તેની સામે પડી હવે તમે ચૂંટણી લડવા આવ્યા છો તો તમને તમારી પાર્ટીમાં એવું તો શું દુઃખ પડ્યું કે પક્ષ છોડ્યો ?( લોકોને બધી જ ખબર હોય છે કે લાલો લાભ વગર ના લોટે !! ) અને તમે આવતીકાલે ફરી પાછા કોઈ નવી પાર્ટીમાં જતા નહિ રહો તેની ગેરેન્ટી શું ??
મોટે ભાગે રાજકીય આગેવાનો પોતાના સ્વાર્થ અને સત્તા માટે કે ક્યારેક કોઈ મજબૂરીને કારણે પક્ષ બદલતા હોય છે. આવા નેતાઓથી ચેતતા રહેવું સારું. લોકોને “મામા” બનાવતા આવા નેતાઓને ઓળખી ઘરભેગા કરવામાં દયા કે શરમ ના રાખવી.
આ પણ વાંચો--- અમદાવાદના નેતાઓને પ્રજાના કામ કરતા ઊંઘ પ્યારી; બોર્ડ બેઠકમાં જ ઊંઘી ગયા
આ પણ વાંચો--- Surat Hybrid Ganja Seizure : જયપુરથી ફ્લાઇટમાં સુરત લવાયેલો 6 કિલો ગાંજો જપ્ત, કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી


