Dwarka Demolition: દ્વારકામાં સતત બીજા દિવસે ગરજ્યું બુલ્ડોઝર, દરિયાકાંઠેથી ધાર્મિક દબાણોનો સફાયો
- Dwarka માં સતત બીજા દિવસે દબાણ પર ફરી વળ્યું બુલ્ડોઝર
- કોસ્ટલ એરિયામાં ધાર્મિક દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ
- પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તંત્રનું ઓપરેશન ડિમોલિશન
- દરિયાકિનારે ગેરકાયદેસર બાંધકામો પર તંત્રની કડક કાર્યવાહી
- સરકારી જમીન પરના દબાણો તોડી પાડવાની પ્રક્રિયા ચાલુ
- ગઈકાલે ત્રણ ધાર્મિક સ્થળો પર બુલ્ડોઝર ફેરવવામાં આવ્યું
Dwarka Demolition: દ્વારકાના કોસ્ટલ એરિયામાં સરકારી જમીન પરના ગેરકાયદેસર બાંધકામો હટાવવા માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આજે સતત બીજા દિવસે 'દાદાનું બુલ્ડોઝર' ગરજ્યું હતું.
Dwarka માં સતત બીજા દિવસે દબાણ પર ફરી વળ્યું બુલ્ડોઝર
દ્વારકામાં સતત બીજા દિવસે દરિયાકિનારાના વિસ્તારોમાં ધાર્મિક દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તંત્રએ ઓપરેશન ડિમોલિશન હાથ ધરીને ગેરકાયદેસર બાંધકામોનો સફાયો કર્યો હતો.
ગઈકાલે ત્રણ ધાર્મિક સ્થળો પર બુલ્ડોઝર ફેરવવામાં આવ્યું
નોંધનીય છે કે,ગઈકાલે ત્રણ જેટલા ધાર્મિક સ્થળો પર બુલ્ડોઝર ફેરવવામાં આવ્યું હતું. આજે ફરીથી દરિયાથી માત્ર 10 મીટર દૂર આવેલા ગેરકાયદેસર ધાર્મિક દબાણોને તોડી પાડવામાં આવ્યા છે.
સરકારી જમીન પરના દબાણો તોડી પાડવાની પ્રક્રિયા ચાલુ
સરકારી જમીન પર કરવામાં આવેલા આવા દબાણો સામે તંત્રએ લાલ આંખ કરી છે. હજુ પણ અનેક સરકારી જમીનો પર બનેલા ધાર્મિક દબાણોને તોડી પાડવાની પ્રક્રિયા આગામી સમયમાં ચાલુ રાખવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: Rajkot Road Accident: કાળીપાટ પાસે દૂધના કેન ભરેલી બોલેરો પલટી જતા મચી ચીસાચીસ, આધેડનું મોત


