Dwarka Temple Timings: શનિ-રવિ દ્વારકા જવાનો પ્લાન છે? દર્શનના નવા સમય વિશે ખાસ જાણી લો
Adhik Maas 2026: યાત્રાધામ દ્વારકામાં અધિક માસ નિમિત્તે ઉમટતી ભક્તોની ભારે ભીડને ધ્યાને રાખી વહીવટદાર હિમાંશુ ચૌહાણ અને પૂજારી મંડળ દ્વારા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. શનિ-રવિની સંભવિત ભીડને પહોંચી વળવા આગામી ત્રણ દિવસ માટે જગત મંદિર સાંજે 5 વાગ્યાના બદલે વહેલું એટલે કે 4 વાગ્યે ખુલશે, જેથી યાત્રિકો અગવડતા વિના સરળતાથી દર્શન કરી શકશે.
Advertisement
Dwarka Temple Timings: પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં (Dwarka) પવિત્ર અધિક માસ નિમિત્તે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. દેશભરમાંથી આવતા લાખો ભક્તોને ભગવાન દ્વારકાધીશના સરળતાથી દર્શન થઈ શકે તે માટે મંદિર વહીવટદાર અને પૂજારી દ્વારા એક અત્યંત મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. યાત્રિકોની સુવિધા અને સુરક્ષાને સર્વોચ્ચ અગ્રતા આપીને મંદિરના નિયમિત સમયપત્રકમાં (Temple Timings) આંશિક બદલાવ કરવામાં આવ્યો છે.

