Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Dwarka માં કાળજું કંપાવતી ઘટના: કાર 'લોક' થઈ ગઈ અને પિતા-પુત્રી નજર સામે જ ખાખ થઈ ગયા!

દ્વારકા-લીંમડી હાઈવે પર ચાલતી કારમાં અચાનક આગ લાગવાની હૃદયદ્રાવક ઘટનામાં પિતા અને પુત્રીનું કરુણ મોત નીપજ્યું છે. કારના હેન્ડલ અને લોક સિસ્ટમ જામ થઈ જવાથી પિતા વલ્લભભાઇ અને પુત્રી હિરલબેન અંદર જ ફસાઈ ગયા હતા અને જીવતા ભૂંજાયા હતા. આ દુર્ઘટનામાં પત્નીનો આબાદ બચાવ થયો છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
dwarka માં કાળજું કંપાવતી ઘટના  કાર  લોક  થઈ ગઈ અને પિતા પુત્રી નજર સામે જ ખાખ થઈ ગયા
Advertisement
  • દ્વારકા-લીંબડી હાઈવે પર સર્જાયેલી હૃદયદ્રાવક ઘટના
  • કારનું સ્ટેયરિંગ અને હેન્ડલ લોક થતા પરિવાર ફસાયો
  • પિતા વલ્લભભાઇ અને પુત્રી હિરલબેનનું કરુણ મોત
  • પત્નીનો ચમત્કારિક બચાવ, નજર સામે જ પરિવાર હોમાયો
  • ખંભાળિયા હોસ્પિટલમાં મૃતદેહોને પીએમ અર્થે ખસેડાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક કાળજું કંપાવી દે તેવી દુર્ઘટના (Accident) સામે આવી છે. દ્વારકા-લીંબડીને જોડતા મુખ્ય માર્ગ પર એક ચાલતી કારમાં (Car Fire Incident) અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ એટલી ઝડપી હતી કે કારમાં સવાર મુસાફરોને બહાર નીકળવાની તક સુદ્ધાં મળી નહોતી. પ્રાથમિક અહેવાલો મુજબ, કારના હેન્ડલ અને લોક સિસ્ટમ અચાનક જામ થઈ જતાં પિતા અને પુત્રી કારની અંદર જ ફસાઈ ગયા હતા અને જોતજોતામાં જીવતા ભૂંજાયા હતા.

Ranjeet Pur Accident

Advertisement

પિતા-પુત્રીનું કરુણ મોત, પત્નીનો બચાવ

આ કરુણ ઘટનામાં વલ્લભભાઇ સુવા અને તેમની પુત્રી હિરલબેન સુવાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત (Tragic Death) નીપજ્યું છે. આ પરિવાર રણજીત પર ગામે જઈ રહ્યો હતો ત્યારે આ આફત ત્રાટકી હતી. સદનસીબે, વલ્લભભાઇના પત્ની કારમાંથી સમયસર બહાર નીકળવામાં સફળ રહ્યા હતા, જેના કારણે તેમનો આબાદ બચાવ થયો છે. જોકે, પોતાની નજર સામે જ પતિ અને વહાલી પુત્રીને આગમાં હોમાતા જોઈ પત્ની પર આભ તૂટી પડ્યું છે.

Advertisement

Car Fire Incident Mrutak

 હોસ્પિટલ અને તપાસ

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને પોલીસ કાફલો દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં બધું જ રાખ થઈ ગયું હતું. મૃતકોના પાર્થિવ દેહને પોસ્ટમોર્ટમ (Postmortem) માટે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા એફએસએલ (FSL) ની મદદથી તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો : Ahmedabad: પતિના ત્રાસથી કંટાળી પરિણીતાનો આપઘાત, નેપાળથી આવી દીકરીના ન્યાય માટે આવ્યા અમદાવાદ

Tags :
Advertisement

.

×