Rajpipla માં કબર ખોદનારા ‘ફકીર’ અને ‘ચાવાળા’ ઉમેદવારો ચૂંટણી લડવા મેદાને ઉતર્યા
- Rajpipla માં કોંગ્રેસે કબ્રસ્તાનમાં કબર ખોદનારાને આપી ટિકિટ
- ભાજપ અને AAP એ ચાવાળાને આપી ટિકિટ
- વોર્ડ-5 માં AAP એ ચાવાળાને આપી ટિકિટ
- વોર્ડ-7 માં ભાજપના ગીતાબેનનો પ્રચાર તેજ
Rajpipla: નર્મદા જિલ્લાના રાજપીપળામાં નગરપાલિકાની આગામી ચૂંટણીને (Municipal Elections) લઈને રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. આ વખતે ચૂંટણી પ્રચારમાં મોટા નેતાઓ કે કરોડોની સંપત્તિ ધરાવતા ઉમેદવારો કરતા પણ વધુ ચર્ચા એવા લોકોની થઈ રહી છે જેઓ પાયાના સ્તરે સામાન્ય જનતા સાથે જોડાયેલા છે. રાજપીપળા (Rajpipla) નગરપાલિકાના વોર્ડ નંબર-5 માં કોંગ્રેસે એક એવો અખતરો (Experiment) કર્યો છે જેની ચર્ચા આખા ગુજરાતમાં થઈ રહી છે. કોંગ્રેસે અહીં વર્ષોથી કબ્રસ્તાનમાં કબર ખોદવાનું કામ કરતા એક 'ફકીર' વ્યક્તિને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.
આ ઉમેદવારની સાદગી એ હદે છે કે આજના આધુનિક યુગમાં (Modern Era) જ્યાં સોશિયલ મીડિયા વગર પ્રચાર અધૂરો ગણાય છે, તેમની પાસે પોતાનો મોબાઈલ ફોન પણ નથી. અત્યંત ગરીબ પૃષ્ઠભૂમિ ધરાવતા આ ઉમેદવાર પાસે ન તો બાહુબલ છે કે ન તો ધનબલ. તેઓ માત્ર પોતાની મહેનત અને લોકોની સેવાના (Social Service) જોરે મતદારોના દ્વાર ખખડાવી રહ્યા છે. કોંગ્રેસે અન્ય પક્ષોના ધનિક ઉમેદવારોની સામે આ 'ગરીબ ચહેરા'ને ઉતારીને એ સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે કે લોકશાહીમાં સામાન્ય માણસ પણ સત્તાના શિખર સુધી પહોંચી શકે છે. હવે જોવાનું એ રહેશે કે 28 એપ્રિલે જ્યારે પરિણામો આવશે, ત્યારે મતદારો આ ફકીર ઉમેદવાર પર કેટલો ભરોસો મૂકે છે.
35 વર્ષથી ચાની લારી ચલવતાં ગીતાબેનને ભાજપે આપી ટિકિટ
બીજી તરફ રાજપીપળાના રાજકીય ફલક પર વધુ બે નામો જોરશોરથી ગુંજી રહ્યા છે અને તે છે ભાજપના ગીતાબેન પાટણવાડિયા (Geetaben Patanwadia) અને AAP ના સિકંદર ઘોરી (Sikandar Ghori). યોગાનુયોગ એ છે કે આ બંને ઉમેદવારો વ્યવસાયે ચાની ટપરી ચલાવે છે.
ભાજપે વોર્ડ નંબર-7 માંથી ગીતાબેન પાટણવાડિયાને ટિકિટ આપી છે. ગીતાબેન છેલ્લા 35 વર્ષથી રાજપીપળાના કોલેજ રોડ પર ચાની નાની લારી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન (Livelihood) ચલાવે છે.
AAP માંથી સિકંદર ઘોરી મેદાને
જ્યારે આમ આદમી પાર્ટીએ (AAP) વોર્ડ નંબર-5 માં સિકંદર ઘોરી (Sikandar Ghori) ઉર્ફે સિકંદર ચાવાળાને મેદાનમાં ઉતાર્યા છે. સિકંદરભાઈ પણ ડેપો વિસ્તારમાં છેલ્લા 35 વર્ષથી ચા વેચવાનું કામ કરે છે. તેઓ જણાવે છે કે રાજકીય મહત્વાકાંક્ષા કરતા પણ મતદારોના આગ્રહને (Public Demand) માન આપીને તેઓ ચૂંટણી લડી રહ્યા છે.
તેમણે વોર્ડના પાયાના પ્રશ્નો જેવા કે ગટર, પાણી અને રસ્તાની સમસ્યાઓ ઉકેલવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સિકંદરભાઈનો પ્રચાર પણ અત્યારે ઝંઝાવાતી (Stormy Campaign) રીતે ચાલી રહ્યો છે, જેના કારણે આ બેઠક પર જંગ ત્રિપાંખિયો અને રસપ્રદ બન્યો છે.
આ પણ વાંચોઃ Congress માં 'ટિકિટ કાંડ', મહિલા પ્રમુખ Sonal Patel પર ગંભીર આક્ષેપો, જાણો સમગ્ર મામલો


