Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Election Result 2026 : જાણો અત્યાર સુધી ભાજપના જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત-કોર્પોરેશનમાં કેટલા ઉમેદવારોની જીત થઈ

Election Result 2026 : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આજે 28 એપ્રિલે પરિણામો જાહેર થશે. 15 મનપા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. કુલ 10 હજાર 5 સીટમાંથી 732 સીટ બિનહરીફ થઈ ચૂકી છે. શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપ ભવ્ય જીત તરફ છે.
election result 2026   જાણો અત્યાર સુધી ભાજપના જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કોર્પોરેશનમાં કેટલા ઉમેદવારોની જીત થઈ
Advertisement
  • Election Result 2026 માં મહેસાણા મનપામાં 20 સીટ પર ભગવો લહેરાયો
  • હમીરપરા સીટમાં ભાજપનો 32 મતે વિજય
  • ધોલેરા તાલુકા પંચાયતની આંબલી બેઠક પર ભાજપની જીત
  • ધંધુકા તાલુકા પંચાયતની અડવાળ બેઠક પર ભાજપની જીત
  • ભાવનગર મહાનગર પાલિકામાં વોર્ડ 7ના ઉમેદવારોની જીત

Election Result 2026 : ગુજરાતમાં હાલ રસાકસીનો માહોલ છે, ચૂંટણી (election)ના પરિણામ (result) આવી રહ્યાં છે, કયાંક ભાજપ તો કયાંક કોંગ્રેસ અને આપના ઉમેદવારો જીતી રહ્યાં છે. સુરતમાં મતગણતરી કેન્દ્રની બહાર કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાની આમને સામને ઝપાઝપી થઈ છે.

ભાવનગર પાલિકાના વોર્ડ નં7 માં ભાજપની પેનલનો વિજય

ભાવનગર પાલિકાના વોર્ડ નં7માં ભાજપની પેનલનો વિજય થયો છે. ભાવનગર મહાનગરપાલિકાની વર્ષ 2015 અને 2021ની ચૂંટણીના પરિણામો વિશે વાત કરીએ તો વર્ષ 2015માં ભારતીય જનતા પાર્ટીને 34 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસને 18 સીટો મળી હતી. એવી જ રીતે વર્ષ 2021માં ભાજપને 44 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસને માત્ર 8 બેઠકો મળી હતી.

Advertisement

કડોદરા નગરપાલિકા વોર્ડ નંબર 2 માં ભાજપની પેનલ જીત

1 અનિલસિંહ - 952
2 રશ્મિ ધીમ્મર - 872
3 નીતિન રાઠોડ - 849
4 સરલા પાટીલ - 782

Advertisement

Election Result 2026 : અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં આ ઉમેદવારોની જીત

સાઠંબા તાલુકા પંચાયતની પીપોદરા 9 બેઠક પર ભાજપના ઉમેદવાર પીનલબેન અલ્પેશભાઈ પટેલની જીત થઈ છે. કઉ જિલ્લા પંચાયતમાં ભાજપની જીત થઈ છે. સુરેન્દ્રનગરના સાયલા તાલુકા પંચાયતની ધજાળા‌ અને ધાંધલપુર બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે. શામળાજીની તાલુકા પંચાયત દેહગામડામાં પિન્કીબા કેતનસિંહ જાડેજાની જીત થઈ છે.

bjp gujarat first

બોટાદ તાલુકા પંચાયત પરિણામ

બોટાદ તાલુકા પંચાયતની ભાંભણ બેઠક પર ભાજપનો વિજય થયો છે. કિશોરભાઈ મેર નામના ઉમેદવારનો થયો વિજય. છોટાઉદેપુરની બોડેલી નગરપાલિકામાં વોર્ડ નંબર 2 માં ભાજપની પેનલની જીત થઈ છે.

ખેડાની નડિયાદ મહાનગરપાલિકામાં વો.નં1માં ભાજપનો વિજય

1 પરેશભાઈ મનુભાઈ પટેલ
2 ભાવિષાબેન સુકીત પટેલ
3 લીલાબેન પુનમભાઈ પરમાર
4 સુનિલ રમણભાઈ સોનારા

મહેસાણા મનપામાં 20 સીટ પર ભગવો લહેરાયો

મહેસાણા મનપાના વોર્ડ 1, 6, 7, 10 , 11 માં ભાજપની પેનલની જીત થઈ છે. 52 બેઠકો પૈકી 5 બિનહરીફ અને 15 બેઠકો જીત સહિત 20 બેઠકો પર ભાજપની જીત થઈ છે. સુરત મનપામાં ભાજપની 23 અને કોંગ્રેસની 1 સીટ પર જીત થઈ છે.

આ પણ વાંચો : Surat Election Result 2026 : ચૂંટણી પરિણામ અગાઉ અલ્પેશભાઈ કથિરીયાનું નિવેદન, કહ્યું, ભાજપની જીત નિશ્ચિત જ છે

Tags :
Advertisement

.

×