Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Election Result 2026 : પંચમહાલના શહેરા તાલુકા પંચાયતની તમામ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો

Election Result 2026 : પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીએ ઇતિહાસ રચતા તમામ બેઠકો પર કબ્જો જમાવી "ક્લીન સ્વીપ" કર્યું છે. શહેરા તાલુકા પંચાયતની કુલ 28 બેઠકો માટે યોજાયેલી આ પ્રક્રિયામાં ભાજપનું વર્ચસ્વ શરૂઆતથી જ જોવા મળ્યું હતું. શહેરા તાલુકા પંચાયતની ચૂંટણીમાં સ્થાનિકોએ ભાજપના ઉમેદવારોને ખોબલે ને ખોબલે મત આપીને વિજયી બનાવ્યા છે, ત્યારે શહેરા તાલુકા પંચાયતમાં જીતેલા ઉમેદવારો તાલુકાનો વિકાસ કરશે તે નક્કી છે.
election result 2026   પંચમહાલના શહેરા તાલુકા પંચાયતની તમામ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો
Advertisement
  • Election Result 2026 માં શહેરમાં ભાજપનો દબદબો
  • શહેરા તાલુકા પંચાયતની 14 બેઠકો થઈ હતી બિનહરિફ
  • ભાજપના તમામ ઉમેદવારોનો થયો ભવ્ય વિજય
  • કોંગ્રેસ સહિત અન્ય પક્ષના સુપડા થયા સાફ
  • શહેરા તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન

Election Result 2026 : પંચમહાલના (panchmahal) શહેરા (sahera) તાલુકા પંચાયતની 28 બેઠકો પૈકી 14 બેઠકો થઈ હતી બિનહરિફ અને 14 બેઠકો માટે યોજાઈ હતી ચૂંટણી (election) મતદાન પ્રક્રિયામાં તબક્કાવાર જાહેર થયેલા પરિણામોમાં (result) ભાજપના (bjp) તમામ ઉમેદવારોનો (candidate) થયો ભવ્ય વિજય અને કોંગ્રેસ (congress) સહિત અન્ય પક્ષના સુપડા થયા સાફ. પંચમહાલ જિલ્લા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026માં શહેરા તાલુકા પંચાયત કુલ બેઠક - 28 ( બિનહરીફ - 14 ભાજપ ) જેમાં આજે 14 બેઠકો પર ભાજપનો વિજય થયો છે.

બોરસદ તાલુકા પંચાયત

બોરસદ તાલુકા પંચાયતની રાસ બેઠક ભાજપની જીત થઈ છે અને તાલુકા પંચાયતમાં 34 બેઠકો પૈકી 13નું પરિણામ જાહેર થઈ ગયું છે જેમાં ભાજપ 9 બેઠક જીતી છે તો કોંગ્રેસ 4 બેઠક જીતી હોવાની વાત સામે આવી છે. કોંગ્રેસ બોરસદ તાલુકા પંચાયતમાં વિપક્ષમાં બેસસે તે પણ નક્કી છે. ગુજરાતમાં મોટા ભાગના જિલ્લામાં તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય થયો છે.

Advertisement

panchmahal gujarat first

Advertisement

Election Result 2026 : સુરેન્દ્રનગરની દસાડા તાલુકામાં ભાજપનો ભગવો લહેરાયો

દસાડા તાલુકામાં 5 જિલ્લા પંચાયત સીટ અને તાલુકા પંચાયત 15 સીટ ભાજપના ફાળે ગઈ છે. પાટડી નગરપાલિકામાં 2006થી સતત ભાજપનો દબદબો યથાવત રહ્યો છે. પાટડી નગરપાલિકામાં 6 વોર્ડ પર ભાજપનો પેનલ ટુ પેનલ વિજય થયો છે અનેદસાડા તાલુકા પંચાયત સીટ 3 અને પાટડી નગરપાલિકાની 18 સીટ બિનહરીફ જાહેર થઈ હતી અને દસાડા, બજાણા,જૈનાબાદ અને ખેરવા તાલુકા પંચાયત સીટ પર કોંગ્રેસનો વિજય
થયો છે.

આ પણ વાંચો : Panchmahal: ભાજપની મોટી કાર્યવાહી, પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર બળવાખોરો ઘરભેગા

Tags :
Advertisement

.

×