Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Dakor Fagun Purnima Fair 2026: મેળાનો ભવ્ય પ્રારંભ, 'જય રણછોડ'ના નાદ સાથે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર

Ranchhodraiji Temple: ડાકોરમાં આજથી વિશ્વપ્રસિદ્ધ ફાગણી પૂનમના મેળાનો ભક્તિમય પ્રારંભ થયો છે. અગિયારસના પવિત્ર દિવસે રણછોડરાયના દર્શને ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. મંદિરમાં ભગવાનને ખજૂર-ધાણીનો ભોગ ધરાવી અબીલ-ગુલાલથી હોળી રમાઈ હતી. "જય રણછોડ" ના નાદ સાથે સમગ્ર ડાકોરધામ ભક્તિના રંગે રંગાયું છે. રાજ્યભરમાંથી પદયાત્રી સંઘોનું આગમન શરૂ થતા મધ્ય ગુજરાતની આ સૌથી મોટી પદયાત્રામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
dakor fagun purnima fair 2026  મેળાનો ભવ્ય પ્રારંભ   જય રણછોડ ના નાદ સાથે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Advertisement
  • આજથી મધ્ય ગુજરાતની સૌથી મોટી પદયાત્રાનો પ્રારંભ
  • ડાકોરમાં પદયાત્રીઓ સંઘોનું આગમન શરૂ
  • યાત્રાધામ ડાકોરમાં આજે એકાદશીની ભવ્ય ઉજવણી
  • વહેલી સવારથી ભક્તોનું ડાકોરમાં ઘોડાપુર
  • શ્રુગાર આરતી બાદ ભગવાનને ધર્યો ખજૂર ચણા ધાણીનો ભોગ
  • ભગવાન રાજા રણછોડ ભક્તો સાથે અબીલ ગુલાલથી રમ્યા હોળી
  • ભક્તોએ ભગવાન ઉપર અબીલ ગુલાલની છોળો ઉડાવી ધન્યતા અનુભવી
  • જય રણછોડ માખણ ચોરના નાદથી ગુંજી ઉઠ્યું ડાકોરધામ

Dakor Fair : યાત્રાધામ ડાકોરમાં જગવિખ્યાત ફાગણી પૂનમના મેળા (Dakor Fair) નો આજથી વિધિવત પ્રારંભ થયો છે. મધ્ય ગુજરાતની આ સૌથી મોટી પદયાત્રામાં ભાગ લેવા માટે રાજ્યભરમાંથી ભક્તો અને પદયાત્રી સંઘોનું આગમન શરૂ થઈ ગયું છે. આજે અગિયારસના પવિત્ર દિવસે વહેલી સવારથી જ રાજા રણછોડ (Ranchhodraiji Temple) ના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું.

Dakor Fair : ભગવાન સાથે રમાઈ હોળી

મંદિરમાં શ્રૃંગાર આરતી બાદ ભગવાન રણછોડરાય (Ranchhodraiji Temple) ને પરંપરાગત રીતે ખજૂર, ચણા અને ધાણીનો ભોગ ધરવામાં આવ્યો હતો. હોળીના પર્વ નિમિત્તે ભગવાન ભક્તો સાથે અબીલ-ગુલાલની છોળોથી રમ્યા હતા. સમગ્ર મંદિર પરિસર ગુલાલથી રંગાઈ ગયું હતું અને "જય રણછોડ, માખણ ચોર" ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ ભગવાન પર અબીલ ઉડાવી ધન્યતા અનુભવી હતી.

Advertisement

Advertisement

Dakor Fair : રાસ્કા ચેકપોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત

મેળા (Dakor Fair) ની ભવ્યતા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખેડા જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. આજે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા (SP) એ રાસ્કા ચેકપોસ્ટની મુલાકાત લીધી હતી. અધિકારીઓએ રાસ્કાથી મહેમદાવાદ સુધીના પદયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું હતું અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.

Dakor Fair : વહિવટી તંત્ર સજ્જ

મેળાની ભવ્યતા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખેડા જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ જોવા મળી રહ્યું છે. આજે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા (SP) એ રાસ્કા ચેકપોસ્ટની રૂબરૂ મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. પદયાત્રીઓની સુવિધા અને સલામતી માટે રાસ્કા ચેકપોસ્ટથી ડાકોર તરફનો વાહન વ્યવહાર આજથી બંધ કરી દેવામાં આવ્યો છે અને રાસ્કાથી મહેમદાવાદ સુધીના સમગ્ર પદયાત્રા રૂટનું અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે. માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે અને વિવિધ વિભાગના કર્મચારીઓ ખડેપગે સેવા આપી રહ્યા છે. ખાસ કરીને અમદાવાદ તરફથી આવતા પદયાત્રીઓ માટે રાસ્કા ચેકપોસ્ટથી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા આહાર અને વિશ્રામની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. આગામી પૂનમ સુધી ડાકોર ભક્તિ, શ્રદ્ધા અને રંગોના ઉત્સવમાં તરબોળ રહેશે.

આ પણ વાંચો: Dakor: સ્ટેજ પ્રોગ્રામ અને Dj પર પ્રતિબંધ, હોળી પૂનમની તૈયારીઓને લઈ મોટા નિર્ણય, જાણો વધુ

Tags :
Advertisement

.

×