Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kheda: પુનાદરા જમીન કૌભાંડમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની મુશ્કેલી વધી

અમદાવાદના બહેરામપુરા વોર્ડના પૂર્વ કોંગ્રેસ કોર્પોરેટર તિરમિઝી તસ્નીમ આલમની ખેડા એલસીબી દ્વારા જમીન કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કપડવંજના પુનાદરા ગામે બોગસ ખેડૂત બની જમીન ખરીદવા માટે ખોટું પેઢીનામું બનાવ્યાનો તેમના પર આક્ષેપ છે. કોર્ટે પોલીસને વધુ પૂછતાછ માટે આવતીકાલે સાંજ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેનાથી તપાસ તેજ બની છે.
kheda  પુનાદરા જમીન કૌભાંડમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની મુશ્કેલી વધી
Advertisement
  • Kheda: અમદાવાદ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ધરપકડ મામલો
  • તસ્નીમ આલમના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં કરાયો રજૂ
  • પોલીસે પૂછતાછ માટે કોર્ટ પાસે વધુ રિમાન્ડની કરી માંગ

Kheda: ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ છે. ત્યારે તાજેતરમાં પુનાદરા જમીન કૌભાંડ (Punadara Land Scam) માં ઝડપાયેલા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર તિરમિઝી તસ્નીમ આલમ બાવા સાહેબ(Tirmizi Tasnim Alam Bawa Saheb)  ની મુશ્કેલી વધી છે. આજે શુક્રવારે રિમાન્ડ પૂર્ણ થતાં કપડવંજ કોર્ટ (Kapadwanj Court) માં રજૂ કરાયા હતા. ત્યારે તેમના રિમાન્ડ આવતીકાલ સાંજે 4:00 સુધી લંબાવી દેતાં કોર્ટમાંથી ઝટકો મળ્યો છે. હાલ પોલીસે વધુ રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે.

શું છે સમગ્ર જમીન કૌભાંડ?

આ વિવાદની શરૂઆત કપડવંજ તાલુકાના પુનાદરા ગામે થયેલી જમીન ખરીદીથી થઈ હતી. મળતી માહિતી મુજબ અમદાવાદના બહેરામપુરા (Behrampura) વોર્ડના પૂર્વ કોર્પોરેટરે ખેડૂત (Farmer) હોવાનો દરજ્જો મેળવવા માટે કથિત રીતે બોગસ દસ્તાવેજો (Forged Documents) તૈયાર કર્યા હતા. આ મામલે સ્થાનિક તલાટી મંત્રી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, આરોપીએ જમીન ખરીદવા માટે ખોટું પેઢીનામું બનાવીને તંત્ર સાથે છેતરપિંડી આચરી હતી.

Advertisement

PUNADRA LAND CONTROVERSY_GujaratFirst 33

Advertisement

Kheda LCB એ કરી હતી ધરપકડ

ખેડા એલસીબી (Kheda LCB) એ આ કેસની જાણ થતાં જ પૂર્વ કોર્પોરેટરની ધરપકડ (Arrest) કરી હતી. અગાઉ શુક્રવાર સાંજ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. જોકે, આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા પોલીસે વધુ સમયની માંગણી કરી હતી. જે બાદ  કોર્ટ દ્વારા આવતીકાલ સાંજ  સુધી રિમાન્ડ લંબાવવામાં આવ્યા છે.

Kheda LCB Arrested Congress Leader- Gujarat first

રાજકીય આલમમાં ખળભળાટ

અમદાવાદના જાણીતા રાજકીય ચહેરા અને કોંગ્રેસના અગ્રણી નેતાની સંડોવણી બહાર આવતા સમગ્ર પંથકમાં ચર્ચાઓ જાગી છે. હાલમાં પોલીસે પુનાદરા ગામના રેકોર્ડ્સ અને અન્ય સહ-આરોપીઓની કડીઓ મેળવવા તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

આ પણ વાંચોઃ Kheda Land Scam: કૌભાંડી શિક્ષક આશિષ પટેલ સસ્પેન્ડ, જાણો સમગ્ર મામલો

Tags :
Advertisement

.

×