Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Gir Somnath: તાલાલામાં 77 મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી, મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ લહેરાવ્યો તિરંગો

Gir Somnath: આજે સમગ્ર દેશ જ્યારે 77 મા પ્રજાસત્તાક પર્વ (77th Republic Day) ની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લામાં પણ આ રાષ્ટ્રીય તહેવારની આન, બાન અને શાન સાથે ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાનો મુખ્ય ધ્વજવંદન કાર્યક્રમ કેસરિયા કેરી માટે પ્રખ્યાત એવા તાલાલા ખાતે યોજાયો હતો.
gir somnath  તાલાલામાં 77 મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી  મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ લહેરાવ્યો તિરંગો
Advertisement
  • ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લામાં  77 મા પ્રજાસત્તાક પર્વની  ભવ્ય ઉજવણી
  • જિલ્લા કક્ષાનો મુખ્ય ધ્વજવંદન કાર્યક્રમ કેસરિયા કેરી માટે પ્રખ્યાત એવા તાલાલા ખાતે યોજાયો હતો
  • રાજ્યના પ્રભારી મંત્રી પરસોત્તમભાઈ સોલંકી (Minister Parasottambhai Solanki)એ રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપી 
  • રાષ્ટ્રગીતની સુરાવલીઓ અને "ભારત માતા કી જય" ના નાદ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું

Gir Somnath:  આજે સમગ્ર દેશ જ્યારે 77 મા પ્રજાસત્તાક પર્વ (77th Republic Day) ની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લામાં પણ આ રાષ્ટ્રીય તહેવારની આન, બાન અને શાન સાથે ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાનો મુખ્ય ધ્વજવંદન કાર્યક્રમ કેસરિયા કેરી માટે પ્રખ્યાત એવા તાલાલા ખાતે યોજાયો હતો. જ્યાં રાજ્યના પ્રભારી મંત્રી પરસોત્તમભાઈ સોલંકી (Minister Parasottambhai Solanki) ના  હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપવામાં આવી હતી.

ગીર સોમનાથ (Gir Somnath)  ના તલાલામાં મંત્રી પરસોત્તમભાઈ સોલંકી (Minister Parasottambhai Solanki) એ ત્રિરંગો લહેરાવ્યો

તાલાલાના મિલ ગ્રાઉન્ડ ખાતે સવારથી જ દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ ત્રિરંગો લહેરાવ્યો હતો. રાષ્ટ્રગીતની સુરાવલીઓ અને "ભારત માતા કી જય" ના નાદ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ધ્વજવંદન બાદ મંત્રી એ ખુલ્લી જીપમાં સવાર થઈને પરેડનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસ બેન્ડની સુરાવલીઓ વચ્ચે પોલીસ જવાનો, હોમગાર્ડઝ અને એન.સી.સી. ના કેડેટ્સ દ્વારા શાનદાર માર્ચ પાસ્ટ રજૂ કરવામાં આવી હતી.

Advertisement

વિદ્યાર્થીઓની કૃતિઓ જોઈને લોકો મંત્રમુગ્ધ થયા

ધ્વજવંદન બાદ દેશભક્તિના ગીતો સાથે રંગેચંગે ઉજવણી આગળ વધી હતી. વિવિધ શાળાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા. 'વંદે માતરમ', 'મેરા મુલ્ક મેરા દેશ' જેવા ગીતો પર વિદ્યાર્થીઓની કૃતિઓ જોઈને લોકો મંત્રમુગ્ધ બની ગયા હતા. ખાસ કરીને ગીરની સંસ્કૃતિને ઉજાગર કરતા લોકનૃત્યો અને આદિવાસી નૃત્યો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

Advertisement

અધિકારીઓ, કર્મનિષ્ઠ કર્મચારીઓ, પ્રતિભાશાળી ખેલાડીઓ અને ખેડૂતોનું સન્માન

કાર્યક્રમના અંતે જિલ્લામાં વિશિષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ, કર્મનિષ્ઠ કર્મચારીઓ, પ્રતિભાશાળી ખેલાડીઓ અને ખેડૂતોનું મંત્રી તથા મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ વડા, ધારાસભ્યો, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ  પણ વાંચો: Surat: પો.કમી.અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી, નશાના સોદાગરોને ફેંક્યો લલકાર

Tags :
Advertisement

.

×