Gir Somnath News: સિવિલ હોસ્પિટલના ત્રીજા માળેથી 19 વર્ષિય યુવકે લગાવી મોતની છલાંગ
Gir Somnath News: ગીર સોમનાથની વેરાવળ સિવિલ હોસ્પિટલ (Civil Hospital) નજીક મફતિયાપરા રિંગ રોડ વિસ્તારમાં રહેતા 19 વર્ષીય કરણ સોલંકીએ રવિવારે વહેલી સવારે આત્મઘાતી પગલું ભર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, ઘરમાં ચાલી રહેલા પારિવારિક ઝઘડા (Family Dispute) ને કારણે યુવક છેલ્લા કેટલાક સમયથી ભારે માનસિક તણાવ હેઠળ હતો. ઘટનાના દિવસે તે નશાની હાલતમાં સીધો હોસ્પિટલ પરિસરમાં પહોંચ્યો હતો.
ત્રીજા માળેથી યુવકે ઝંપલાવ્યું
ઘટના વહેલી સવારે અંદાજે 3:30 થી 4:00 વાગ્યાના સમયગાળા દરમિયાન બની હતી. યુવક કોઈની જાણ બહાર હોસ્પિટલના ત્રીજા માળે (Third floor) પહોંચી ગયો હતો અને ત્યાંથી નીચે ઝંપલાવ્યું હતું. આ ઘટના બનતા જ આસપાસના લોકો અને હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક તબીબી સારવાર આપવામાં આવી હતી, પરંતુ અંતે તેનું મૃત્યુ નિપજ્યું હતું.
પોલીસ તપાસ શરૂ
બનાવની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મૃતક કરણ સોલંકી દેવીપૂજક સમાજનો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ પરિવારના સભ્યોની પૂછપરછ કરી રહી છે.
આ પણ વાંચોઃ Bhavnagar News: દીકરી પર થતો અત્યાચાર રોકવા જતાં જમાઈએ સસરાને પતાવી દીધા, કાળજું કંપાવતી ઘટના


