Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

ગુજરાત ATSને મળી મોટી સફળતા, આતંકી ષડયંત્રમાં સામેલ ફૈઝાન શેખની ધરપકડ

Gujarat ATS: ગુજરાત ATS (Anti-Terrorist Squad) દ્વારા રાજ્યમાં આતંકી હુમલાના ષડયંત્રને નિષ્ફળ બનાવીને એક મોટી સફળતા મેળવી છે. આ ઓપરેશનમાં પ્રતિબંધિત આતંકી સંગઠનોની વિચારધારાથી પ્રભાવિત એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જે ગુજરાતમાં લોહીયાળ ખેલ ખેલવાની ફિરાકમાં હતો.
ગુજરાત atsને મળી મોટી સફળતા  આતંકી ષડયંત્રમાં સામેલ ફૈઝાન શેખની ધરપકડ
Advertisement
  • ગુજરાત ATS (Gujarat ATS) ને મળી મોટી સફળતા
  • આતંકી ષડયંત્રમાં સામેલ એક વ્યક્તિની ધરપકડ
  • આતંકી ષડયંત્રમાં સામેલ ફૈઝાન શેખની ધરપકડ
  • મૂળ યુપીનો અને નવસારીમાં રહેતો હતો શખ્સ
  • જૈશ-એ- મોહમ્મદ અને અલકાયદાથી પ્રભાવિત હતો
  • ફૈઝાન શેખ પાસેથી હથિયાર અને દારૂગોળો મળ્યો

Gujarat ATS: ગુજરાત ATS એ આતંકી પ્રવૃત્તિઓ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાન અંતર્ગત નવસારીના ચારપુલ વિસ્તારમાંથી ફૈઝાન શેખ નામના શખ્સની ધરપકડ કરી છે. આ શખ્સ આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠનોના સંપર્કમાં હોવાનું અને ગુજરાતમાં અશાંતિ ફેલાવવાનું આયોજન કરી રહ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

ગુજરાત ATS (Gujarat ATS) ને મળી મોટી સફળતા

પકડાયેલ આરોપી ફૈઝાન શેખ મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે અને છેલ્લા કેટલાક સમયથી નવસારીમાં રહેતો હતો. તે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદા જેવા ખતરનાક આતંકી સંગઠનોની કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત થયો હતો. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે તે આ સંગઠનોના આકાઓ સાથે સતત સંપર્કમાં રહીને આતંકી ગતિવિધિઓને અંજામ આપવા માગતો હતો.

Advertisement

Advertisement

ટાર્ગેટ કિલિંગ અને હથિયારોનું ષડયંત્ર

ATSની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, ફૈઝાન શેખ સમાજમાં ભયનો માહોલ પેદા કરવા માટે પસંદગીના વ્યક્તિઓના જૂથની હત્યા (Target Killing) કરવાનું આયોજન કરી રહ્યો હતો. આ ઘાતક ષડયંત્રને અંજામ આપવા માટે તેણે ગેરકાયદેસર રીતે હથિયાર અને દારૂગોળો પણ મેળવ્યો હતો. ધરપકડ દરમિયાન તેની પાસેથી હથિયારો અને વાંધાજનક સામગ્રી પણ મળી આવી છે, જે તેના આતંકી કનેક્શનને મજબૂત પુરાવો આપે છે.

મોટી જાનહાનિ ટળી

ગુજરાત ATS ની સતર્કતાને કારણે એક મોટી હોનારત ટળી ગઈ છે. ફૈઝાન શેખ કોની કોની હત્યા કરવા માગતો હતો અને તેની સાથે અન્ય કેટલા લોકો જોડાયેલા છે, તે દિશામાં હાલ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. આ ધરપકડ બાદ ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે અને નવસારી સહિતના વિસ્તારોમાં તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Gujarat Weather News: ગુજરાતમાં 'હિલ સ્ટેશન' જેવો માહોલ, વડોદરા અને દાહોદમાં ગાઢ ધુમ્મસ છવાયું

Tags :
Advertisement

.

×