Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat માં પ્રવાસીઓની સુરક્ષા માટે નવતર પહેલ, Tourist Friendly Police Station

ગુજરાત સરકાર દ્વારા પ્રવાસન ક્ષેત્રે સુરક્ષા અને સુવિધાનો નવો અધ્યાય શરૂ કરવામાં આવી રહ્યો છે. રાજ્યના લોકપ્રિય પ્રવાસન ધામો પર આવતા દેશ-વિદેશના મુલાકાતીઓ માટે હવે વિશેષ પોલીસ વ્યવસ્થા કાર્યરત થશે. આધુનિક ટેકનોલોજી અને નવા અંદાજ સાથેની આ પહેલનો મુખ્ય હેતુ યાત્રિકોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડીને ગુજરાતના પ્રવાસનને વૈશ્વિક સ્તરે વધુ આકર્ષક બનાવવાનો છે.
gujarat માં પ્રવાસીઓની સુરક્ષા માટે નવતર પહેલ  tourist friendly police station
Advertisement
  • Gujarat માં પ્રવાસીઓની સુરક્ષા માટે નવતર પહેલ
  • દ્વારકા, સોમનાથ અને ડાંગમાં અત્યાધુનિક પોલીસ મથકોનો પ્રારંભ
  • સેન્ટ્રલ ઇન્ટરેક્ટિવ એપ અને હેલ્પ ડેસ્ક દ્વારા ત્વરિત સહાય

Gujarat સરકાર દ્વારા પ્રવાસીઓની સુરક્ષા અને સુવિધાને પ્રાધાન્ય આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવીન પહેલ હેઠળ રાજ્યના મુખ્ય પ્રવાસન સ્થળો પર ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન (Tourist Friendly Police Station) કાર્યરત થશે.

3 જિલ્લાઓમાં પ્રાયોગિક ધોરણે Police Station નો પ્રારંભ

રાજ્ય સરકારના આ અભિગમની શરૂઆત પ્રથમ તબક્કે ગીર સોમનાથ (Gir Somnath), દેવભૂમિ દ્વારકા (Dwarka) અને ડાંગ (Dang) જિલ્લાથી કરવામાં આવશે. આ સ્થળો પર દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ (Tourists) ઉમટી પડે છે. આ અત્યાધુનિક પોલીસ સ્ટેશન (Modern Police Station) પ્રવાસીઓની સુરક્ષા (Safety) અને સલામતી વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવશે. યાત્રિકોને કોઈપણ મુશ્કેલીના સમયે ત્વરિત અને અસરકારક મદદ મળી રહેશે.

Advertisement

Tourist Friendly Police Station _GUJARAT 01

Advertisement

આ પણ વાંચો----- Ahmedabad Municipal Corporation માં નારીશક્તિનો ઉદય, પુરુષો કરતા મહિલા કોર્પોરેટરોની સંખ્યા વધી

પોલીસ કર્મચારીઓનો નવો અંદાજ અને વિશેષ યુનિફોર્મ

આ ખાસ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ (Police Officers) માટે વિશેષ યુનિફોર્મ (Special Uniform) અને લોગો (Logo) તૈયાર કરવામાં આવ્યા છે. આ ફેરફાર પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસની છબીને વધુ નમ્ર અને મદદગાર બનાવવાનો છે. પ્રવાસીઓ કોઈપણ સંકોચ વગર પોલીસનો સંપર્ક કરી શકે તેવું વાતાવરણ ઉભું કરવામાં આવશે. તાલીમબદ્ધ સ્ટાફ પ્રવાસીઓ સાથે આદરપૂર્વક વર્તન કરીને તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવશે.

ટેકનોલોજી અને સેન્ટ્રલ ઇન્ટરેક્ટિવ એપની સુવિધા

પ્રવાસીઓની સગવડતા માટે એક ખાસ સેન્ટ્રલ ઇન્ટરેક્ટિવ એપ (Central Interactive App) વિકસાવવામાં આવશે. આ એપ્લિકેશન (Mobile Application) દ્વારા પ્રવાસીઓ લોકેશન, ઇમરજન્સી કોન્ટેક્ટ અને નજીકના પોલીસ સ્ટેશનની માહિતી મેળવી શકશે. ટેકનોલોજીના માધ્યમથી સુરક્ષા વ્યવસ્થાને ડિજિટલ (Digital Security) ઓપ આપવામાં આવશે. પ્રવાસન સ્થળો પર ખાસ હેલ્પ ડેસ્ક (Help Desk) પણ ઉભા કરવામાં આવશે, જે મુલાકાતીઓને માર્ગદર્શન પૂરું પાડશે.

આ પણ વાંચો----- Gir Somnath મંદિરે ‘સ્વાભિમાન પર્વ’ પૂજા બુકિંગ અને ઈ-પત્રિકાનો પ્રારંભ, અમિત શાહે કરાવી શરૂઆત


Tags :
Advertisement

.

×