દાહોદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે કોંગ્રેસમાં મોટું ગાબડું, મુકેશ ડાંગીએ પક્ષ સાથે છેડો ફાડ્યો
- દાહોદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસમાં ભડકો (Mukesh Dangi Resigns)
- ગોવિંદગુરૂ લીમડી તાલુકા કોંગ્રેસ પ્રમુખે આપ્યુ રાજીનામું
- મુકેશ ડાંગીએ તમામ હોદ્દા પરથી આપ્યું રાજીનામું
- મુકેશ ડાંગીએ દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નિનામાને સોંપ્યુ રાજીનામું
- તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પૂર્વે જ કોંગ્રેસને ઝટકો
Mukesh Dangi Resigns: આગામી સમયમાં યોજાનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પહેલા જ દાહોદ જિલ્લા કોંગ્રેસ (Congress) માં મોટો ભડકો જોવા મળ્યો છે. ગોવિંદ ગુરુ લીમડી વિસ્તારમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે, જ્યાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશ ડાંગીએ (Mukesh Dangi Resigns) પોતાના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દેતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. ઉલ્લેખનીય છે કે મુકેશ ડાંગીએ પક્ષની સમાજ અને ખેડૂતો પ્રત્યેની નીતિઓથી નારાજ થઈને રાજીનામું આપ્યું હોવાની સ્પષ્ટતા કરી હતી..
Mukesh Dangi Resigns: પક્ષની નીતિઓથી નારાજ
ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસમાં નારાજગી દૌર શરૂ થઈ ગયો છે. લીમડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશ ડાંગી (Mukesh Dangi Resigns) નું રાજીનામું પક્ષ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. મુકેશ ડાંગીએ પોતાનું રાજીનામું દાહોદ જિલ્લા કોંગ્રેસ (Congress) પ્રમુખ હર્ષદભાઈ નિનામાને મોકલી આપ્યું છે. આદિવાસી સમાજની જમીન સંપાદન અને ખેડૂતોના હક-અધિકારના મુદ્દે પક્ષની નીતિઓથી નારાજ થઈને તેમણે આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે. હાલમાં મુકેશ ડાંગીએ કોઈ અન્ય રાજકીય પક્ષમાં જોડાવાની અટકળો પર વિરામ મૂક્યો છે. તેમણે જણાવ્યું કે તેઓ અત્યારે કોઈ પક્ષમાં જોડાવાના નથી, પરંતુ તેમની આગામી રાજકીય સફરનો નિર્ણય આદિવાસી સમાજ દ્વારા લેવામાં આવશે. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેઓ આગામી સમયમાં અપક્ષ તરીકે અથવા સમાજના સમર્થનથી કોઈ નવી રણનીતિ ઘડી શકે છે.
રાજકીય સમીકરણોમાં ફેરફાર
તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ ટાણે જ પાયાના કાર્યકર અને હોદ્દેદારના રાજીનામાથી જિલ્લાના રાજકીય સમીકરણોમાં ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને આદિવાસી પટ્ટામાં ખેડૂતોના અધિકારોના મુદ્દે પક્ષ છોડવાની આ ઘટના કોંગ્રેસ (Congress) માટે ચિંતાનો વિષય બની શકે છે. હવે જોવાનું એ રહેશે કે મુકેશ ડાંગીના આ પગલા બાદ લીમડી અને તેની આસપાસના વિસ્તારોમાં કોંગ્રેસ પોતાની પકડ કેવી રીતે જાળવી રાખે છે. લીમડી અને તેની આસપાસના આદિવાસી પટ્ટામાં મુકેશ ડાંગીનું વર્ચસ્વ હોવાથી પક્ષને આગામી પંચાયત ચૂંટણીઓમાં મોટું નુકસાન વેઠવું પડી શકે તેમ છે.
આ પણ વાંચો : ગુજરાતમાં ફરી માવઠાની આફત! હવામાન નિષ્ણાંત Ambalal Patel ની મોટી આગાહી


