Gujarat Rain Forecast: ગુજરાત માટે આગામી 2 કલાક ભારે! આ વિસ્તારોમાં પવન અને કરા સાથે વરસાદની આગાહી
- Gujarat માં વાતાવરણમાં ઓચિંતો ફેરફાર
- વરસાદને લઈને હવામાન વિભાગની નવી આગાહી
- આગામી બે કલાકમાં તોફાની પવન ફૂંકાવાની શક્યતા
- દાહોદ અને મહીસાગરમાં ભારે વરસાદની આગાહી
- 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાત (Gujarat) માં બદલાતા વાતાવરણ વચ્ચે હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા રાજ્યના પૂર્વીય પટ્ટાના વિસ્તારો માટે મહત્વની આગાહી કરવામાં આવી છે. રાજ્યના દાહોદ (Dahod) અને મહીસાગર (Mahisagar) જિલ્લામાં આગામી 2 કલાકમાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ બંને જિલ્લાઓમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી શકે છે.
Gujarat માં વાતાવરણમાં ઓચિંતો ફેરફાર
વરસાદની સાથે સાથે આ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી ૨ કલાક દરમિયાન દાહોદ અને મહીસાગર જિલ્લામાં અંદાજે 40 કિલોમીટરની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે. એટલું જ નહીં, આ વિસ્તારોમાં પવનની સાથે કરા પણ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે, જેના કારણે સ્થાનિકો અને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
Gujarat Weather: ગુજરાતમાં વરસાદની આગાહી
આગામી બે કલાકમાં તોફાની પવન ફૂંકાવાની શક્યતા
દાહોદ અને મહીસાગરમાં ભારે વરસાદની આગાહી
40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની વિભાગની આગાહી
ભારે પવન અને કરા સાથે વરસાદ પડશે
હવામાન વિભાગે આગામી 2 કલાક અત્યંત મહત્વના ગણાવ્યા
રાજ્યના અન્ય શહેરોના… pic.twitter.com/GJ8iTv0Gr5— Gujarat First (@GujaratFirst) May 5, 2026
અનેક શહેરોમાં વાતાવરણ પલટાવાની તૈયારી
હાલ માત્ર આ બે જિલ્લાઓ જ નહીં, પરંતુ રાજ્યના અન્ય શહેરો અને વિસ્તારોમાં પણ વાતાવરણમાં ઓચિંતો પલટો આવી શકે છે. પવનના સુસવાટા અને વાદળછાયા વાતાવરણને પગલે રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ જામવાની શક્યતા છે. હવામાનમાં આવી રહેલા આ બદલાવને પગલે લોકોને સાવચેત રહેવા અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે.
આ પણ વાંચો: Vadodara Viral Video: જોખમી સ્ટંટ અને અશ્લીલ હરકતો કરનાર બુલેટ ચાલક ઝડપાયો


