Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Unseasonal Rain: માવઠાની આગાહી વચ્ચે અમદાવાદના તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો, જાણો અન્ય વિસ્તારોની સ્થિતિ

gujarat unseasonal rain  માવઠાની આગાહી વચ્ચે અમદાવાદના તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો  જાણો અન્ય વિસ્તારોની સ્થિતિ
Advertisement

Gujarat Unseasonal Rain: ગુજરાત (Gujarat) રાજ્યના વાતાવરણમાં આજે વહેલી સવારથી જ મોટો પલટો જોવા મળ્યો છે. ભર ઉનાળે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ (Unseasonal Rain) પડ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સરહદી વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જેના કારણે લોકોને ગરમીથી તો રાહત મળી છે, પરંતુ ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અહીં વાંચો વરસાદની પળેપળની વિગત

અમદાવાદીઓને મળી આંશિક રાહત

May 5, 2026 4:02 pm

Advertisement

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં હાલ ગરમીનો કહેર વર્તાઈ રહ્યો છે, જ્યાં શહેરનું તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. જોકે, હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા અમદાવાદમાં તાપમાનમાં 2 ડિગ્રીનો આંશિક ઘટાડો થતાં લોકોને થોડી રાહત મળી છે. બીજી તરફ, પ્રખ્યાત હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે 11 થી 20 તારીખ દરમિયાન ગુજરાતના વિવિધ શહેરોમાં ભીષણ ગરમી પડવાની આગાહી કરી છે. આ આકરા તાપને કારણે જનજીવન પ્રભાવિત થયું છે, જેના પગલે એસ.જી. હાઈવે જેવા વ્યસ્ત વિસ્તારોમાં પણ લોકોની અવરજવર ઘટી છે અને નાગરિકો બપોરના સમયે અકારણ બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

Advertisement

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની કરી આગાહી

May 5, 2026 2:26 pm

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને કાશ્મીર તરફ સિસ્ટમ સક્રિય થતા રાજ્યના વિવિધ ભાગોમાં વીજળીના કડાકા અને 40 થી 45 કિમીની ઝડપે ફૂંકાતા પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહી અંતર્ગત અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં વરસાદ પડવાની શક્યતા છે. બીજી તરફ, આગામી 6 દિવસ સુધી રાજ્યમાં ગરમીનો પારો 42 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે, જેમાં આજે રાજકોટમાં સૌથી વધુ 42 ડિગ્રી, જ્યારે અમદાવાદમાં 39.4 ડિગ્રી અને ગાંધીનગરમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે. દક્ષિણ પશ્ચિમ દિશાના પવનો વચ્ચે વાતાવરણમાં આવેલા આ પલટાને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે.

સુખસર ખાતે મુસ્લિમ સમાજના કાર્યક્રમમાં વાવાઝોડું વરસાદ બન્યું વિઘ્ન

May 5, 2026 2:26 pm

દાહોદના વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે સુખસર ખાતે મુસ્લિમ સમાજ ઘાંચીપંચ દ્વારા આયોજિત સામાજિક કાર્યક્રમમાં ભારે વિઘ્ન સર્જાયું હતું. કાર્યક્રમ દરમિયાન જોરદાર વાવાઝોડું અને વરસાદ શરૂ થતાં આયોજન સ્થળે લગાવેલા ટેન્ટ ઉડવા લાગ્યા હતા અને ધરાશાયી થયા હતા, જેના કારણે ઉપસ્થિત લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. અનેક લોકો ઉડતા ટેન્ટને પકડવા માટે દોડતા નજરે પડ્યા હતા. આ જોરદાર પવન અને કુદરતી આફતને પગલે આયોજકો દ્વારા કાર્યક્રમને ટૂંકાવીને અંતે કેન્સલ કરવાની ફરજ પડી હતી.

અંબાલાલ પટેલે માવઠાને લઈને કરી આગાહી

May 5, 2026 12:05 pm

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, ગુજરાતમાં આગામી 6 થી 8 મે દરમિયાન દક્ષિણ ગુજરાત, નવસારી અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. આ માવઠા બાદ રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધશે અને 11 થી 20 મે દરમિયાન ઉત્તર તથા મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. મે મહિનાના અંતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થવાના સંકેતો વચ્ચે લોકોને આકરી ગરમી અને અસહ્ય ઉકળાટ સામે સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

ડાંગના સાપુતારાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો

May 5, 2026 12:03 pm

ડાંગના સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સાપુતારા અને તેની તળેટીના વિસ્તારોમાં આજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, જ્યાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ જતાં સમગ્ર વાતાવરણ ખુશનુમા બની ગયું છે. હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે આવેલા આ ફેરફારથી કાળઝાળ ગરમીમાં રાહત મળવાની આશા જાગી છે, જેને પગલે સાપુતારા પહોંચેલા પ્રવાસીઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આગામી બે કલાકમાં તોફાની પવન ફૂંકાવાની શક્યતા

May 5, 2026 11:59 am

ગુજરાત (Gujarat) માં બદલાતા વાતાવરણ વચ્ચે હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા રાજ્યના પૂર્વીય પટ્ટાના વિસ્તારો માટે મહત્વની આગાહી કરવામાં આવી છે. રાજ્યના દાહોદ (Dahod) અને મહીસાગર (Mahisagar) જિલ્લામાં આગામી 2 કલાકમાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ બંને જિલ્લાઓમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી શકે છે.

ગરબાડાના વાતાવરણમાં આવ્યો પલટો

May 5, 2026 11:58 am

દાહોદ (Dahod) જિલ્લાના ગરબાડા (Garbada) પંથકમાં આજે વાતાવરણમાં ઓચિંતો પલટો જોવા મળ્યો હતો, જ્યાં વહેલી સવારે પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદ (Unseasonal Rain) વરસ્યો હતો. ગરબાડા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાની પધરામણી થતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે, જેના કારણે લોકોને ઉનાળાની ગરમીથી મોટી રાહત મળી છે.

દાહોદમાં ભારે પવન સાથે વરસાદ

May 5, 2026 11:58 am

દાહોદ (Dahod) જિલ્લામાં ભર ઉનાળે ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. દાહોદ (Dahod) શહેર સહિત ગોવિંદ ગુરુ (Govind Guru) લીમડી (Limdi), ઝાલોદ (Jhalod), સુખસર (Sukhsar), સંજેલી (Sanjeli) અને ફતેપુરા (Fatepura) પંથકમાં વરસાદી માહોલ સર્જાયો છે. સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડતા ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

મહિસાગરમાં કમોસમી વરસાદ

May 5, 2026 11:58 am

મહિસાગર (Mahisagar) જિલ્લામાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયા બાદ વરસાદી ઝાપટા પડ્યા છે. કડાણા (Kadana) તાલુકાના રાજસ્થાન (Rajasthan) રાજ્યની સરહદ અડીને આવેલા વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને કડાણાના ગોધર (Godhar), જોગણ (Jogan) અને રાકાકોટ (Rakakot) સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા સ્થાનિકોએ ચોમાસા જેવો અનુભવ કર્યો હતો.

અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં વહેલી સવારે પલટો

May 5, 2026 11:58 am

અરવલ્લી (Aravalli) જિલ્લાના વાતાવરણમાં પણ મોટો પલટો આવ્યો છે. પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી (Shamlaji) માં વહેલી સવારે વરસાદ પડતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, જેને પગલે બપોરની આકરી ગરમી સામે લોકોને મોટી રાહત મળી છે.

કચ્છમાં કમોસમી વરસાદ

May 5, 2026 11:58 am

કચ્છ (Kutch) જિલ્લાના ભચાઉ (Bhachau) તાલુકામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતો ફરી ચિંતામાં મુકાયા છે. ભચાઉના કડોલ (Kadol) અને ખારોઇ (Kharoi) વિસ્તારમાં વરસાદ પડતા ખેતરોમાં ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. વરસાદ એટલો હતો કે ગ્રામ્ય વિસ્તારની શેરીઓમાં પાણી વહેતા જોવા મળ્યા હતા.

This Live Blog has Ended
Advertisement

.

×