Water : ગુજરાતમાં પીવાના પાણીની તકલીફ નહી, સરદાર સરોવરમાં 72 ટકાથી વધુ પાણીનો સંગ્રહ
- ગુજરાતમાં Water ને લઈ નહી પડે તકલીફ
- સરદાર સરોવર ડેમમાં 72 ટકાથી વધુ પાણીનો સંગ્રહ
- 59 ટકાથી વધુ પાણીનો જથ્થો મધ્ય ગુજરાતના જળાશયોમાં
- ગુજરાતના જળ સંપત્તિ વિભાગ દ્વારા અપાઈ માહિતી
- સૌરાષ્ટ્રના જળાશયોમાં પણ પાણીનો પૂરતો જથ્થો
Water: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના (bhupendra bhai patel) માર્ગદર્શન અને જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના નેતૃત્વમાં પાણી સંચય અંગેના સુચારૂ વ્યવસ્થાપન થકી રાજ્યમાં દિન-પ્રતિદિન પીવાના અને સિંચાઈ માટેના પાણીની ઉપલબ્ધતા વધી રહી છે. રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં સરેરાશ 128 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેના પરિણામ સ્વરૂપે તા.03 મે 2026ની સ્થિતિએ રાજ્યના મુખ્ય જળાશયોમાં સંગ્રહાયેલ કુલ પાણીનો જથ્થો 59.75 ટકા એટલે કે 5.32 લાખ મિલિયન ક્યુબિક ફીટ-MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
રાજયમાં કુલ 5.32 લાખ MCFTએટલે કે 59.75 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે
આમ ગત વર્ષની સાપેક્ષમાં વિસ્તારવાર એકંદરે રાજ્યમાં 9.04 ટકા જેટલો વધારે જ્યારે સરદાર સરોવર જળાશયમાં પણ ગત વર્ષની સાપેક્ષમાં 12.18 ટકા વધારે પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે, તેમ, જળ સંપત્તિ વિભાગ દ્વારા જણાવાયું છે.વધુમાં ગુજરાત જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલની સ્થિતિએ 72.33ટકાથી વધુ એટલે કે ૨.૪૧ લાખ MCFT પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. રાજ્યમાં સૌથી વધુ મધ્ય ગુજરાતમાં 59.52 ટકા એટલે કે, 49,338 MCFT પાણીનો જથ્થો જળાશયોમાં સચવાયો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં 54.13 ટકા, ઉત્તર ગુજરાતમાં 49.11 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 43.45 ટકા અને કચ્છ વિસ્તારમાં 37.12 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે.
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પાણીનો જથ્થો વધુ
જ્યારે ગત વર્ષની સરખામણીએ તા.03 મે 2025ની સ્થિતિએ રાજ્યમાં વિસ્તારવાર ઉત્તર ગુજરાતમાં 32.35 ટકા, મધ્ય ગુજરાતમાં 49.09 ટકા, દક્ષિણ ગુજરાતમાં 51.05 ટકા, સૌરાષ્ટ્રમાં 32.45 ટકા અને કચ્છ વિસ્તારમાં 33.61 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો હતો. આ ઉપરાંત સરદાર સરોવર જળાશયમાં 02 લાખ MCFTથી વધુ એટલે કે 60.15 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો. આમ રાજ્યમાં ગત વર્ષે કુલ 4.52 લાખ MCFT એટલે કે 50.71 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો તેમ, યાદીમાં વધુમાં જણાવાયું છે.
આ પણ વાંચો : ચીન, અમેરિકા કરતાં વધુ પાણી આપણે ઉલેચીએ છીએ: જળશક્તિ મંત્રી C.R. Paatil


