Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

India Canada Gujarat News: કેનેડામાં વધુ એક ગુજરાતીની હત્યા, બોરસદની 23 વર્ષીય યુવતીની નિર્મમ હત્યાથી આક્રંદ

India Canada Gujarat News: ગુજરાતમાંથી ઉચ્ચ અભ્યાસ અને ઉજ્જવળ ભવિષ્યના સપના સાથે વિદેશ ગયેલી વધુ એક દીકરીએ જીવ ગુમાવ્યો છે. આણંદ (Anand) જિલ્લાના બોરસદ (Borsad) ની વતની અને કેનેડા (Canada) ના નાયગ્રા (Niagara) ફોલ્સ વિસ્તારમાં રહેતી 23 વર્ષીય વિધી મેઘા (Vidhi Medha) ની અજાણ્યા હુમલાખોરો દ્વારા ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી છે.
india canada gujarat news  કેનેડામાં વધુ એક ગુજરાતીની હત્યા  બોરસદની 23 વર્ષીય યુવતીની નિર્મમ હત્યાથી આક્રંદ
Advertisement

India Canada Gujarat News: ગુજરાતમાંથી ઉચ્ચ અભ્યાસ અને ઉજ્જવળ ભવિષ્યના સપના સાથે વિદેશ ગયેલી વધુ એક દીકરીએ જીવ ગુમાવ્યો છે. આણંદ (Anand) જિલ્લાના બોરસદ (Borsad) ની વતની અને કેનેડા (Canada) ના નાયગ્રા (Niagara) ફોલ્સ વિસ્તારમાં રહેતી 23 વર્ષીય વિધી મેઘા (Vidhi Medha) ની અજાણ્યા હુમલાખોરો દ્વારા ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી છે, જેના પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Borsad ની યુવતીની કેનેડામાં ઘાતકી હત્યા

મળતી માહિતી મુજબ, મૃતક વિધી છેલ્લા 4 વર્ષથી કેનેડામાં અભ્યાસ અને નોકરી કરી રહી હતી. ગત 15 મેના રોજ તે પોતાના નિવાસસ્થાનેથી નીકળ્યા બાદ રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગઈ હતી, અને ત્યારબાદ તેના મોતની ઘટના સામે આવતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ ઘટનાને પગલે કેનેડામાં રહેતા ભારતીય સમુદાયમાં પણ રોષ અને ચિંતાની લાગણી જોવા મળી રહી છે.

Advertisement

Advertisement

કેનેડાની પોલીસે હાથ ધરી તપાસ

હાલ આ મામલે કેનેડિયન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ વિધીના પરિવારજનોએ વતનમાં તેની અંતિમવિધિ માટે મૃતદેહને ભારત લાવવા માટે સરકાર પાસે મદદની આજીજી કરી છે. એક હોનહાર દીકરીના અકાળે અવસાનથી બોરસદમાં તેના પરિવારમાં કલ્પાંત છવાયેલો છે.

આ પણ વાંચો:  Gujarat Para Medical કોર્સમાં પ્રવેશ પ્રક્રિયાનો કાર્યક્રમ જાહેર, જુઓ સંપૂર્ણ વિગત

Tags :
Advertisement

.

×