Halvad Accident News: કાર ડમ્પર પાછળ ઘૂસી જતાં 3 ના કમકમાટીભર્યા મોત, 4 ગંભીર ઈજાગ્રસ્ત
Car Dumper Crash: હળવદના ચરાડવા પાસે કાર ડમ્પર પાછળ ઘૂસી જતાં સર્જાયેલા અકસ્માતમાં 3 ના મોત થયા છે અને 4 ગંભીર ઘાયલ છે. માનસર પાસે બાઈક સ્લીપ થતાં ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ લઈ જતી વખતે આ કાળમુખો અકસ્માત નડ્યો હતો. બે બુલડોઝરની મદદથી ફસાયેલા યુવાનને બહાર કઢાયો હતો. હાલ ઘાયલો મોરબી ખાતે સારવાર હેઠળ છે.
Advertisement
Charadva Road Accident: હળવદ (Halvad) તાલુકાના ચરાડવા (Charadva) ગામ પાસે એક અત્યંત હૃદયદ્રાવક અને કમકમાટીભર્યો માર્ગ અકસ્માત (Road Accident) સર્જાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, માનસર (Mansar) ગામ પાસે એક મોટરસાઈકલ સ્લીપ ખાઈ જતાં એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ (Hospital) લઈ જવા માટે અન્ય લોકો કારમાં સવાર થઈને નીકળ્યા હતા. પરંતુ, કુદરતને કંઈક જુદું જ મંજૂર હતું. કાર હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ ચરાડવા પાસે આગળ જઈ રહેલા એક પૂરપાટ ઝડપે દોડતા ડમ્પર (Dumper) ની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી.

