Amreli SP સહિત આખો પોલીસ પરિવાર પદયાત્રામાં જોડાયો, મંત્રીએ પદયાત્રીઓની કરી સેવા!
Amreli Bhurkhiya Hanuman Temple: સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાન મંદિર (Bhurkhiya Hanuman Temple) ખાતે હનુમાન જયંતિ (Hanuman Jayanti Padyatra 2026) ની પૂર્વ સંધ્યાએ ભક્તિનું ઘોડાપૂર ઉમટ્યું છે. અમરેલી (Amreli) જિલ્લા સહિત આસપાસના વિસ્તારોમાંથી હજારો શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને દાદાના દર્શન કરવા પહોંચી રહ્યા છે. આ વર્ષે પદયાત્રામાં પ્રથમ વખત જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ પરિવાર પણ શ્રદ્ધાપૂર્વક જોડાયો હતો.
Advertisement
- અમરેલી Amreli) ના લાઠી તાલુકામાં આવેલ ભુરખિયા હનુમાન મંદિરે (Bhurkhiya Hanuman Temple) હનુમાન જયંતિ (Hanuman Jayanti) ની ઉજવણી
- ભુરખિયા હનુમાનના દ્વારે પદયાત્રીઓનું ઘોડાપૂર ઉમટ્યું
- પદયાત્રામાં પ્રથમ વખત જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ પરિવાર પણ શ્રદ્ધાપૂર્વક જોડાયો
- રાજ્યના ઉર્જા અને કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરીયા (Minister Kaushik Vekariya) એ જાતે પીરસ્યો પ્રસાદ
Amreli Bhurkhiya Hanuman Temple: અમરેલી (Amreli) જિલ્લામાં હનુમાન જયંતિ (Hanuman Jayanti) ની પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. લાઠી તાલુકામાં આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાન મંદિર (Bhurkhiya Hanuman Temple) લાખો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ અમરેલીથી અંદાજે 40 કિલોમીટર દૂર આવેલા આ મંદિરે પહોંચવા માટે પદયાત્રીઓનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. શ્રદ્ધાળુઓ પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે આખી રાત પદયાત્રા (Foot Pilgrimage) કરીને દાદાના દ્વારે પહોંચે છે. દર્શનાર્થીઓ અને ખાસ કરીને યુવા ભક્તોમાં આ યાત્રાને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

