Himatnagar ના જવાનગઢ પાટિયા નજીક ભયાનક અકસ્માત, 6 લોકોના ઘટનાસ્થળે મોત, અન્ય ઈજાગ્રસ્ત
- Himatnagar ના જવાનગઢ પાટીયા નજીક ગમખ્વાર અકસ્માત
- અકસ્માતમાં છ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા, છ લોકો ઈજાગ્રસ્ત
- મીની બસે કારને પાછળથી અડફેટે લેતા સર્જાયો અકસ્માત
- ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં ખસેડાયા
- ગાંભોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી
Himatnagar Highway Accident: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર (Himatnagar) પાસે આવેલા જવાનગઢ પાટિયા નજીક આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે પર મીની બસે એક કારને પાછળથી જોરદાર ટક્કર મારતા કારમાં સવાર 6 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
Himatnagar ના જવાનગઢ પાટિયા નજીક ભયાનક અકસ્માત
આ તમામ મૃતકો અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સરડોઈ ગામના વતની હોવાનું જાણવા મળ્યું છે, જેઓ કારમાં સવાર થઈને હુંજ જઈ રહ્યા હતા.પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ અકસ્માત (Accident) શોર્ટકટ રસ્તો લેવાની લ્હાયમાં સર્જાયો હતો. કાર ચાલકે હુંજ જવા માટે જવાનગઢ ગામના શોર્ટકટ રસ્તાનો ઉપયોગ કરવા નેશનલ હાઈવે પર આવેલા જોખમી અને ગેરકાયદેસર કટ (Illegal Cut) પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉંચા કટ પર કાર ચડાવતી વખતે પાછળથી પૂરઝડપે આવતી મીની બસે કારને અડફેટે લીધી હતી.
સાબરકાંઠામાં અકસ્માતમાં 6 લોકોના મોત
હિંમતનગરના જશવંતગઢ પાટિયા નજીક અકસ્માત
અન્ય 6 લોકો ઘાયલ થતા સારવાર માટે ખસેડાયા
મીની બસે કારને પાછળથી ટક્કર મારતા અકસ્માત
ગાંભોઇ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો#Sabarkantha #Himmatnagar #AccidentNews #RoadAccident #BreakingNews… pic.twitter.com/wh9Y9D8HKf— Gujarat First (@GujaratFirst) April 29, 2026
ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં ખસેડાયા
ટક્કર એટલી પ્રચંડ હતી કે 6 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઘટનાની જાણ થતા જ ગાંભોઈ પોલીસ (Gambhoi Police) કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: Bharuch જિલ્લામાં રાજકારણને લઈને મોટા સમાચાર, AAP MLA Chaitar Vasava સામે એક સાથે 3 FIR


