રાજુલામાં સમૂહ લગ્નમાં હીરાભાઈ સોલંકીએ કોળી સમાજને શું ટકોર કરી? આહીર સમાજનું આપ્યું ઉદાહરણ!
- અમરેલીના વાવેરા ખાતે કોળી સમાજના સમૂહ લગ્ન
- ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને ભક્તિબાપુ ઉપસ્થિત
- અન્ય સમાજ પાસેથી ઘણું શીખવાનું છે: હીરાભાઈ સોલંકી
- "આહીર સમાજમાં યોજાતા સમૂહ લગ્ન સિસ્ટમના કર્યા વખાણ"
- સૌથી વધારે કોળી સમાજના સમુહ લગ્ન જાફરાબાદ તાલુકામાં
Hirabhai Solanki Statment Samuhlagan : અમરેલી જિલ્લા (Amreli District) ના રાજુલા તાલુકાના વાવેરા ગામે તાજેતરમાં કોળી સમાજ દ્વારા એક ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં એકતા વધે અને આર્થિક બોજ ઘટે તેવા ઉમદા હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં અનેક નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ પાવન પ્રસંગે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી (Hirabhai Solanki) અને પૂજ્ય ભક્તિબાપુ (Bhakti Bapu) વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા.
Hirabhai Solanki Statment Samuhlagan : આહીર સમાજના વખાણ કર્યા
આ પ્રસંગે પોતાના સંબોધનમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી (Hirabhai Solanki) એ સમાજ સુધારણા અંગે ખૂબ જ મહત્વપૂર્ણ વાત કરી હતી. તેમણે પોતાના વક્તવ્યમાં આહીર સમાજ (Ahir Community) ની શિસ્ત અને સામાજિક બંધારણના મુક્ત મને વખાણ કર્યા હતા.
આહીર સમાજનું શિસ્તબગદ્ધ બંધારણ
તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "આહીર સમાજમાં જે રીતે સમૂહ લગ્નો યોજાય છે અને જે શિસ્તબદ્ધ બંધારણ છે, તે ખરેખર અન્ય સમાજો માટે પ્રેરણારૂપ છે. આપણે અન્ય સમાજ પાસેથી સારી બાબતો શીખવી જોઈએ. કોળી સમાજે (Koli Community) પણ પ્રગતિ કરવા માટે આહીર સમાજ જેવું મજબૂત સામાજિક બંધારણ ઘડવું પડશે." તેમના આ નિવેદને ઉપસ્થિત જનમેદનીમાં સામાજિક ચિંતન જગાવ્યું હતું. તેમણે સમાજને એકતા અને શિસ્ત સાથે આગળ વધવા માટે હાકલ કરી હતી.
Hirabhai Solanki Ahir Samaj: હીરાભાઈ સોલંકીએ કર્યા આહીર સમાજના વખાણ! | Gujarat First#HirabhaiSolanki #AhirSamaj #RajulaNews #SocialUnity #GujaratPolitics #GujaratFirst pic.twitter.com/qeW7P2mm3a
— Gujarat First (@GujaratFirst) February 3, 2026
સામાજિક સુધારણા અને આર્થિક બચત
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, ગ્રામજનો અને ભક્તો ઉમટ્યા હતા. અમરેલી (Amreli) જિલ્લામાં, ખાસ કરીને જાફરાબાદ (Jafrabad) પંથકમાં સમૂહ લગ્નોનો ટ્રેન્ડ વધી રહ્યો છે. જાફરાબાદના વાંઢ, ચિત્રાસર અને ભાકોદર જેવા ગામોમાં અવારનવાર આવા આયોજનો થાય છે, જ્યાં ડઝનેક યુગલો લગ્નગ્રંથિથી જોડાય છે.
સમૂહ લગ્ન માત્ર ઉત્સવ નથી...
સમૂહ લગ્ન (Mass Marriage) માત્ર એક ઉત્સવ નથી, પરંતુ તે સમાજમાં સમાનતા લાવવાનું સશક્ત માધ્યમ છે. હીરાભાઈ સોલંકીના નિવેદન બાદ હવે કોળી સમાજમાં પણ નવા બંધારણ અને વધુ વ્યવસ્થિત આયોજનો અંગેની ચર્ચા વેગ પકડી છે, જે ભવિષ્યમાં મોટા સામાજિક બદલાવનું કારણ બની શકે છે.
આ પણ વાંચો : Gandhinagar માં કોળી સમાજની મહાબેઠક, હીરાભાઈ સોલંકી કહ્યું સમાજ એક થાય તો..!


