Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Amreli પોલીસ એક્શન મોડમાં, હિસ્ટ્રીશીટર યુવરાજનું પોલીસ બંદોબસ્ત સાથે રી-કન્સ્ટ્રક્શન

Amreli: અમરેલીમા ભોજન સમારંભ દરમ્યાન યુવાનને હિસ્ટ્રીશીટર દ્વારા મારમારી છરી કાઢી મારી નાખવાની ધમકી આપી હતી.  ત્યારે 12  ગુનાના આરોપી યુવરાજ શિવકુ મકવાણાને પોલીસે દબોચી લીધો હતો અને  હથકડી પહેરાવી ગુનાસ્થળે ઈ-સાક્ષી એપ દ્વારા  રિકન્સ્ટ્રક્શન કરાયું હતું.  
amreli પોલીસ એક્શન મોડમાં  હિસ્ટ્રીશીટર યુવરાજનું પોલીસ બંદોબસ્ત સાથે રી કન્સ્ટ્રક્શન
Advertisement
  • હિસ્ટ્રીશીટરની દાદાગીરી ડામવા Amreli police એક્શન મોડમાં
  • Amreli માં ભોજન સમારંભમાં મારામારી કરનાર આરોપી ઝડપાયો
  • હિસ્ટ્રીશીટર યુવરાજ મકવાણાને પોલીસ ઘટનાસ્થળે લઈ પહોંચી
  • DYSP અને LCB સહિતના કાફલાની હાજરીમાં રી-કન્સ્ટ્રક્શન કરાયું
  • ફરિયાદીને માર મારી છરી બતાવી જાનથી મારવાની આપી હતી ધમકી

Amreli: અમરેલી (Amreli) મા ભોજન સમારંભ દરમ્યાન યુવાનને હિસ્ટ્રીશીટર દ્વારા મારમારી છરી કાઢી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે 12  ગુનાના આરોપી યુવરાજ શિવકુ મકવાણાને પોલીસે દબોચી લીધો હતો અને  હથકડી પહેરાવી ગુનાસ્થળે ઈ-સાક્ષી એપ દ્વારા  રિકન્સ્ટ્રક્શન કરાયું હતું.

Amreli માં હિસ્ટ્રીશીટર યુવરાજ મકવાણાની ધરપકડ

અમરેલી શહેરમાં થોડા દિવસ પહેલા ચક્કરગઢ રોડ પર આવેલા અમૃતનગર શેરી નં. 3 નજીક હનુમાનજીના મંદિરે ભોજન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો જેમા ફરિયાદી ચિરાગ હિતેશભાઈ રામજીભાઈ બાબરીયા પોતાના મિત્રો સાથે ઉપસ્થિત રહ્યા હતા અને તે દરમ્યાન યુવરાજ શિવકુભાઈ મકવાણા તથા તેના બે સાથીદારો ત્યાં આવી પહોંચ્યા હતા અને ફરિયાદી સાથે ઝઘડો કરી લાફા મારી મારામારી કરી હતી આરોપીઓએ અપમાનજનક શબ્દો બોલી ગાળો આપી હતી અને છરી બતાવી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

Advertisement

Amreli Police History Sheeter Yuvraj Makwana Arrest-Gujarat First

Advertisement

જિલ્લા પોલીસ વડાની કડક સૂચના બાદ કાર્યવાહી

આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાય બાદ જિલ્લા પોલીસ વડા દ્વારા કડક સૂચના આપવામાં આવી હતી હાલ ઇન્ચાર્જ SP જયવીર ગઢવીએ સ્થાનિક પોલીસને સૂચના આપી કાયદોને વ્યવસ્થા જળવાય રહે તે માટે ગુન્હેગારોને સીધાદોર કરવા માટે કડક કાર્યવહી કરવા સુધીની સૂચના આપતા આરોપીને દબોસી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિકંસ્ટ્રક્શન પંચનામુ પોલીસના બંદોબસ્ત સાથે કર્યું

અમરેલી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી આરોપી પાસેથી ગુનાસ્થળનુ રી-કન્સ્ટ્રક્શન પંચનામુ કરવામાં આવ્યું હતુ આ પ્રક્રિયા દરમિયાન બે પંચોને સાથે રાખીને ‘ઈ-સાક્ષી’ એપ્લિકેશન મારફતે સમગ્ર કાર્યવાહી નોંધવામાં આવી હતી આરોપીનો ગુનાહિત ઇતિહાસ ગંભીર હોવાથી અને ભાગી જવાની શક્યતા ધ્યાનમાં રાખીને નિયમ મુજબ તેને હથકડી પહેરાવવામાં આવી હતી આ ઉપરાંત પોલીસ દ્વારા પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે અને કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Amreli Police History Sheeter Yuvraj Makwana Arrest-Gujarat First

યુવરાજ હિસ્ટ્રીશીટર કોણ છે?

આરોપી યુવરાજ શિવકુભાઈ મકવાણા સામે અગાઉ કુલ 12 ગુનાઓ નોંધાયેલા છે. જેમાં ખૂનની કોશિશના ગુન્હામા નામદાર કોર્ટે તેને 10 વર્ષની સખત કેદ તથારૂ.25,000 નો દંડ ફટકાર્યો હતો હાલ તે જામીન પર મુક્ત હતો અને આ દરમિયાન આ વધુ એક ગુન્હાને અંજામ આપી હતી.

અમરેલી DYSP પરાક્રમ સિંહ રાઠોડનું નિવેદન

અમરેલી DYSP પરાક્રમ સિંહ રાઠોડએ જણાવ્યુ અમરેલી ચક્કરગઢ રોડ અમૃતનગર શેરી નંબર ત્રણની પાસે હનુમાનજીનું મંદિર આવેલ છે, ત્યાં જમણવારનો કાર્યક્રમ હોય. ત્યાં ફરિયાદી ચિરાગ... દીપકભાઈ રામજીભાઈ બાબરિયા અને એના મિત્રો જમવા માટે આવેલા ત્યારે એક શિવકુ કાઠી અને બીજા બે માણસો એની સાથે આવેલા અને આ ફરિયાદીને લાફા મારી અને એની સાથે મારામારી કરેલી અને ગાળો પણ બોલેલા અને અપમાનજનક શબ્દો પણ બોલેલા અને એ માણસ છરી બતાવીને એને ધમકાવેલો એ શિવકુ કાઠી, જે આનું આખું નામ છે યુવરાજ શિવકુ મકવાણા, જેના વિરુદ્ધમાં કુલ ક્રિમિનલ હિસ્ટ્રી ગુના 12 ગુના દાખલ થયેલા છે. જેમાં એક ખૂનની કોશિશના ગુનામાં નામદાર કોર્ટે એને 10 વર્ષની સખત કેદની સજા કરેલી અને 25,000રૂપિયાનો દંડ કરેલો જે હાલ જામીન ઉપર છે અને એ દરમિયાન આને ગુનો કરેલો છે.

પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે રિકન્સ્ટ્રક્શન કરાયું

આમ આ ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવતા વ્યક્તિનેરોજ પકડવામાં આવેલો અને એની ધરપકડ કરવામાં આવેલી છે.અને એની ગુનાવાળી જગ્યા બતાવવા માટે એનું એક રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું. જે પંચનામામાં બે પંચોને શરૂથી અંત સુધી સાથે રાખવામાં આવેલા અને ઈ-સાક્ષ્ય એપ્લિકેશનમાં સમગ્ર પંચનામાની કાર્યવાહી કરવામાં આવેલી છે.

અહેવાલ: જૈનિક સોજીત્રા

આ પણ વાંચો: Ahmedabad Anandnagar Murder Case: પારિવારિક માથાકૂટમાં ખેલાયો ખૂની ખેલ, 22 સેકન્ડમાં 36 ફટકા મારી યુવકને પતાવી દીધો

Tags :
Advertisement

.

×