સાવધાન વિદ્યાર્થીઓ! પાટણ HNGU માં ચોરી કરનારા 297 છાત્રોને ભારે પડી ગેરરીતિ
- HNGU Copy Case Action : 297 વિદ્યાર્થીઓને સજા!
- પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષામાં ગેરરીતિનો કિસ્સો
- ઓક્ટોમ્બર-ડિસેમ્બર 2025 સેમ-1 ની પરીક્ષામાં ઝડપાયા વિદ્યાર્થીઓ
- કુલ 700 પૈકી 297 વિદ્યાર્થીઓને સમિતિએ ફટકારી કડક સજા
- 2500 થી 4000 સુધીનો દંડ અને1 વર્ષ સુધી પરીક્ષા પર પ્રતિબંધ
HNGU Copy Case Action : પાટણ (Patan) સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (Hemchandracharya North Gujarat University - HNGU) માં પરીક્ષામાં ગેરરીતિ આચરનારા વિદ્યાર્થીઓ સામે સત્તાધીશોએ કડક વલણ અપનાવ્યું છે. યુનિવર્સિટીની પરીક્ષા શુદ્ધિ સમિતિ (Exam Rectification Committee) દ્વારા કરવામાં આવેલી તાજેતરની સુનાવણીમાં 297 જેટલા વિદ્યાર્થીઓને દોષિત ઠેરવીને આકરી સજા ફટકારવામાં આવી છે.
HNGU Copy Case Action : સેમેસ્ટર-1 ની પરીક્ષામાં થઈ હતી વ્યાપક ચોરી
પ્રાપ્ત વિગતો અનુસાર, ઓક્ટોમ્બર-ડિસેમ્બર 2025 (October-December 2025) દરમિયાન યોજાયેલી સેમેસ્ટર-1 ની પરીક્ષાઓમાં યુનિવર્સિટીના ઉડન દસ્તા અને નિરીક્ષકો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન અંદાજે 700 જેટલા વિદ્યાર્થીઓ (700 Students) પરીક્ષામાં ગેરરીતિ (Unfair Means) કરતા કે કાપલીઓ સાથે ઝડપાયા હતા. યુનિવર્સિટી પ્રશાસન દ્વારા આ તમામ કોપી કેસ (Copy Case) ના પુરાવા એકત્રિત કરી સુનાવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
Patan | પરીક્ષામાં ચોરી કરતા ઝડપાયેલા 700 વિદ્યાર્થીઓને કરાઈ સજા | Gujarat First
પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સીટીની પરીક્ષામાં કોપી કેસ
યુનિ.ની પરીક્ષા શુદ્ધિ સમિતિએ કરી લાલ આંખ
પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીઓને કરાઈ સજા
ઓક્ટોમ્બર-ડિસેમ્બર 2025મા સેમ 1ની પરીક્ષામાં ચોરી
ચેકિંગ… pic.twitter.com/J1RJpBWNBb— Gujarat First (@GujaratFirst) February 21, 2026
HNGU Copy Case Action : 297 વિદ્યાર્થીઓને ફટકારાઈ સજા
પરીક્ષા શુદ્ધિ સમિતિ દ્વારા પ્રથમ તબક્કે ૩૬૫ વિદ્યાર્થીઓને સુનાવણી (Hearing) માટે બોલાવવામાં આવ્યા હતા. આ સુનાવણી દરમિયાન સીસીટીવી ફૂટેજ (CCTV Footage) અને સ્થળ પરથી મળેલા પુરાવાઓના આધારે ૨૯૭ વિદ્યાર્થીઓ સામેના આક્ષેપો પુરવાર થયા હતા. સમિતિએ આ વિદ્યાર્થીઓને રૂપિયા 2500 થી 4000 સુધીનો દંડ (Financial Fine) ફટકાર્યો છે. આટલું જ નહીં, આ તમામ વિદ્યાર્થીઓ પર 1 વર્ષ સુધી પરીક્ષા આપવા પર પ્રતિબંધ (One Year Exam Ban) પણ લાદવામાં આવ્યો છે.
ઝીરો ટોલરન્સ નીતિ ચાલુ રહેશે
યુનિવર્સિટીના આ કડક નિર્ણયથી પરીક્ષામાં ગેરરીતિ આચરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. શુદ્ધિ સમિતિએ સ્પષ્ટ કર્યું છે કે શૈક્ષણિક કાર્યની ગરિમા જળવાઈ રહે તે માટે આગામી સમયમાં પણ 'ઝીરો ટોલરન્સ' ની નીતિ ચાલુ રહેશે.
આ પણ વાંચો : Studio On Wheels : જ્યાં યુવાનોના આકાશમાં ઉડવાના સપના બને છે હકીકત, જાણો Blue Ray Aviation સાથે પાયલટ બનવાની સફર


