Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kavant Nasvadi Highway બન્યો લોહિયાળ: ઈકો કાર અને બાઈક વચ્ચેની ટક્કરમાં દંપતીનું કરુણ મોત

Eeco Car Bike Collision: કવાંટ-નસવાડી (Kavant-Nasvadi) રોડ પર ઈકો કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં જામ્બા (Jamba) ગામના પતિ-પત્નીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. મૃતક ભુપેન્દ્ર રાઠવા (Bhupendra Rathwa) નસવાડી આરોગ્ય કેન્દ્રમાં કર્મચારી હતા. અકસ્માતમાં તેમના પત્ની સુનિતાબેનનું (Sunitaben) પણ મોત થયું છે. નસવાડી પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.
kavant nasvadi highway બન્યો લોહિયાળ  ઈકો કાર અને બાઈક વચ્ચેની ટક્કરમાં દંપતીનું કરુણ મોત
Advertisement

Couple Killed In Road Accident: છોટાઉદેપુર જિલ્લાના કવાંટ-નસવાડી (Kavant-Nasvadi) રોડ પર એક અત્યંત હૃદયદ્રાવક અને ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવી રહેલી એક ઈકો કાર (Eeco Car) અને બાઈક (Bike) વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં મોટરસાયકલ પર સવાર પતિ-પત્ની બંનેના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. આ ગમખ્વાર અકસ્માતને પગલે સ્થાનિક માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને આસપાસથી પસાર થતા લોકોના કાળજા કંપાવી મૂકે તેવો માહોલ સર્જાઈ ગયો હતો.

કારે બાઈક સવાર પતિ-પત્નીને કચડ્યા

મળતી વિગતો અનુસાર, અકસ્માતનો ભોગ બનનાર દંપતી જામ્બા (Jamba) ગામના રહેવાસી હતા. મૃતક પતિ ભુપેન્દ્ર રાઠવા (Bhupendra Rathwa) નસવાડીના સરકારી આરોગ્ય કેન્દ્ર (Health Centre) માં ફરજ બજાવીને લોકોની સેવા કરતા હતા. તેઓ પોતાના પત્ની સુનિતાબેન રાઠવા (Sunitaben Rathwa) સાથે બાઈક પર સવાર થઈને નસવાડી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન સામેથી આવતી બેફામ ઈકો કારે તેમની બાઈકને અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈકનો કૂચડો બોલી ગયો હતો.

Advertisement

પતિ-પત્નીના કમકમાટીભર્યા મોત

આ ભયાનક ટક્કરમાં સુનિતાબેનને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું અને તેમના પતિ ભુપેન્દ્રભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. એક જ પરિવારના બે સભ્યોના અકાળે અવસાનથી જામ્બા ગામ સહિત નસવાડીના આરોગ્ય વિભાગમાં ઘેરા શોકની કાલીમા છવાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ નસવાડી પોલીસ (Nasvadi Police) નો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ (Postmortem) અર્થે નસવાડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે અને અકસ્માત સર્જનાર કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Advertisement

આ પણ વાંચો: Mata na Madh થી દર્શન કરી પરત ફરતા દીવના પરિવારને નડ્યો અકસ્માત, એક જ પરિવારના 4 લોકોના મોત

Advertisement

.

×