Khambhat Lok Dayro: ડાયરાઓમાં રૂપિયાનો નહી પણ સોના-ચાંદીની નોટોનો થયો વરસાદ, સૌ કોઈ આશ્ચર્યમાં મૂકાયા
- Anand ના Khambhat માં ડાયરામાં સોના-ચાંદીનો નોટોનો વરસાદ
- નગરા ગામે સમસ્ત ડાંગર સમાજ દ્વારા કરાયુ હતુ ડાયરાનું આયોજન
- માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે યોજાયો કાર્યક્રમ
- લોકગાયક દેવાયત ખવડના ડાયરામાં ઉછળી સોના-ચાંદીની નોટો
- સોશિયલ મીડિયા પર ખંભાતના આ ભવ્ય ડાયરાના વીડિયો વાયરલ
Anand Khambhat Lok Dayro: ગુજરાતમાં લોક ડાયરાઓમાં રૂપિયાનો વરસાદ થવો એ સામાન્ય વાત છે, પરંતુ આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના નગરા ગામે કંઈક એવું બન્યું જેણે સૌ કોઈને આશ્ચર્યમાં મૂકી દીધા છે. અહીં યોજાયેલા એક ભવ્ય લોક ડાયરામાં ચલણી નોટોની સાથે સોના અને ચાંદીની નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો.
Khambhat માં ડાયરામાં સોના-ચાંદીનો નોટોનો વરસાદ
ખંભાતના નગરા ગામે સમસ્ત ડાંગર સમાજ દ્વારા માતાજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવના ભાગરૂપે રાત્રે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું હતું, જેમાં પ્રખ્યાત લોકગાયક દેવાયત ખવડ ઉપસ્થિત રહ્યા હતા.
Anand Khambhat Lok Dayro: આણંદ ખંભાતમાં એક લોક ડાયરામાં સોના ચાંદી ની નોટોનો વરસાદ કરવામાં આવ્યો
દેવાયત ખાવડ ના લોક ડાયરા માં સોના ચાંદી ના નોટો નો વરસાદ
નગરા ગામે સમસ્ત ડાંગર સમાજ ધ્વરા આયોજિત કાર્યક્રમ માં બની અવિશ્વાનીય ઘટના
માતાજી ના મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા ના કાર્યક્રમ… pic.twitter.com/YF7o8mV0n7— Gujarat First (@GujaratFirst) May 3, 2026
લોકગાયક દેવાયત ખવડના ડાયરામાં ઉછળી સોના-ચાંદીની નોટો
જ્યારે દેવાયત ખવડ પોતાના અંદાજમાં લોક સાહિત્ય અને ભજનોની રમઝટ બોલાવી રહ્યા હતા, ત્યારે ડાયરામાં હાજર લોકો અને ભાવિકોએ માતાજીની ભક્તિમાં ભાવવિભોર થઈને સોના અને ચાંદીની નોટોનો વરસાદ કર્યો હતો. સામાન્ય રીતે ડાયરામાં 10 કે 500 ની નોટો ઉડતી હોય છે, પરંતુ અહીં સોના-ચાંદીની નોટો ઉછળતા આ કાર્યક્રમ આખા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.
સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ
નગરા ગામે બનેલી આ અવિશ્વસનીય ઘટનાના વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. લોકો આ ભવ્યતા જોઈને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. ડાંગર સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમે ખંભાત જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ભારે આકર્ષણ જમાવ્યું છે.


