Kheda માં બદલી રોકવા લાંચનો ખેલ, નર્સે પોલ ખોલતાં આરોગ્ય વિભાગમાં ખળભળાટ!
- Kheda જિલ્લા આરોગ્ય વિભાગમાં ભ્રષ્ટાચારનો વીડિયો વાયરલ
- ડૉ. તેજસ પટેલ બાદ વધુ એક મહિલા નર્સનો વીડિયો વાયરલ
- મહિલા નર્સ વીડિયોમાં બદલી રોકવવા માટે કરી વાત
Kheda Video Vral: ખેડા જિલ્લા આરોગ્ય વિભાગમાં (Health Department) ભ્રષ્ટાચારના (Corruption) એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. તાજેતરમાં ડૉ. તેજસ પટેલ (Dr. Tejas Patel) નો વીડિયો વાયરલ થયા બાદ હવે વધુ એક નર્સનો કથિત વીડિયો સામે આવતા સમગ્ર તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. આ વીડિયો વાયરલ થયા બાદ આરોગ્ય વિભાગ સામે અનેક સવાલો ઉભા કરી રહ્યા છે.
Kheda Video Vral: લાંચની વાત કરતી જોવા મળી નર્સ
સોશિયલ મીડિયા પર વાયરલ (Viral) થયેલા આ વીડિયોમાં એક મહિલા નર્સ પોતાની બદલી (Transfer) રોકવા માટે થયેલા નાણાકીય વ્યવહાર વિશે વાત કરતી જોવા મળે છે. નર્સનો આક્ષેપ છે કે તેણે પોતાની બદલી અટકાવવા માટે 30 હજાર રૂપિયા આપ્યા હતા. આ ઘટનાએ જિલ્લાના સરકારી તંત્રમાં ચાલતી લેતી-દેતીની પ્રક્રિયા સામે મોટા સવાલો ઉભા કર્યા છે.
ઉચ્ચ અધિકારીઓના નામનો ઉલ્લેખથી ચકચાર
વીડિયોમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, જો આ કેસ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એટલે કે CDHO પાસે જાય તો રકમ વધીને 50 હજાર રૂપિયા થઈ જશે તેવી વાત કરવામાં આવી રહી છે. આ બાબત સૂચવે છે કે ભ્રષ્ટાચારના મૂળ છેક ઉચ્ચ સ્તર સુધી જોડાયેલા હોઈ શકે છે.
વચેટિયાની ભૂમિકા પર ઉઠ્યા સવાલો
વાતચીત દરમિયાન હિતેષભાઈ નામના એક વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમને આ નાણાં સોંપવામાં આવ્યા હોવાનું કહેવાય છે. સરકારી કચેરીઓમાં વહીવટ (Administration) ચલાવવા માટે આવા વચેટિયાઓનો ઉપયોગ થતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. હાલ આ મામલે તપાસ (Investigation) શરૂ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
આ પણ વાંચોઃ Kheda માં માનવતા શર્મસાર, 9 નરાધમોએ સગીરાને 3 વર્ષ સુધી હવસનો શિકાર બનાવી


