Kheda News: ડાકોરના ગોમતી તળાવ પાસે દુર્ઘટના, મઢૂલીનો ભાગ તૂટી પડ્યો
Kheda News: ખેડા જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ ડાકોરના ગોમતી તળાવ ખાતે ગત રાત્રે એક દુર્ઘટના સર્જાઈ હતી. તળાવના કિનારે યાત્રાળુઓ માટેની પથ્થરની કલાત્મક મઢૂલીનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો. પરંપરાગત સ્થાપત્ય શૈલી ધરાવતી આ મઢૂલીમાં મોટી તિરાડો જોવા મળતા શ્રદ્ધાળુઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સદનસીબે, રાત્રિના સમયે ઘટના બનતા મોટી જાનહાનિ ટળી હતી.
ઐતિહાસિક ધરોહરને મોટું નુકસાન
યાત્રાધામ ડાકોર (Dakor) ખાતે આવેલા પવિત્ર ગોમતી તળાવ (Gomti Lake) કિનારે યાત્રાળુઓને બેસવા માટે પથ્થરની મઢૂલીઓ બનાવવામાં આવી છે. ગત રાત્રે આ મઢૂલીનો એક ભાગ ધરાશાયી થવાની ઘટના પ્રકાશમાં આવી છે. આશરે 10 ફૂટ ઊંચી કલાત્મક કોતરણીવાળી (Stone Carving) કમાન અચાનક તૂટી પડતા સ્થાનિક તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં મઢૂલીના મુખ્ય માળખાને ગંભીર નુકસાન પહોંચ્યું છે.
ખેડા ડાકોરના ગોમતી તળાવ પાસે દુર્ઘટના
ગોમતી તળાવ કિનારે મઢૂલીનો ભાગ તૂટ્યો
યાત્રાળુઓ માટે બનાવેલી મઢૂલી ધરાશાયી
કલાત્મક કોતરણીવાળી કમાન ગત રાત્રે તૂટી
સ્થાપત્ય શૈલીની મઢૂલીમાં પડી મોટી તિરાડો#Dakor #Kheda #GomtiTalav #DakorTemple #AccidentNews #InfrastructureAlert… pic.twitter.com/XFOTOWX6Sp— Gujarat First (@GujaratFirst) May 30, 2026
સ્થાપત્ય શૈલીમાં મોટી તિરાડો
આ મઢૂલીઓ પરંપરાગત સ્થાપત્ય શૈલી મુજબ પથ્થરોથી નિર્મિત છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મઢૂલીના અન્ય ભાગોમાં પણ મોટી તિરાડો પડી ગઈ છે, જે ભવિષ્યમાં વધુ જોખમી સાબિત થઈ શકે છે.
આ પણ વાંચોઃ Dakor માં મનોરથનો વિવાદ શમ્યો પણ હવે સુવિધાઓનો ડખો શરૂ!


