Kheda Accident News : ગુજરાતમાં સતત અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ખેડા જિલ્લાના ગળતેશ્વર નજીક સેવાલીયા રોડ પર લહેરીપુરા પાસે આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. સાણંદના ઈયાવા ગામથી 55 થી વધુ મુસાફરો ભરેલી બસ ગળતેશ્વર જઈ રહી હતી.
Kheda Accident News : ગુજરાતમાં સતત અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ખેડા જિલ્લાના ગળતેશ્વર નજીક સેવાલીયા રોડ પર લહેરીપુરા પાસે આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. સાણંદના ઈયાવા ગામથી 55 થી વધુ મુસાફરો ભરેલી બસ ગળતેશ્વર જઈ રહી હતી. જે અચાનક પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર મહિલાઓ અને બાળકો સહિત 55થી વધારે મુસાફરો ઈજા પહોંચી છે.
Kheda Accident News : 55 મુસાફર ભરેલી બસ પલટી
ઉલ્લેખનીય છે કે ગમખ્વાર અકસ્માતમાં 2થી વધુ લોકોની હાલત વધારે ગંભીર હોવાની માહિતી મળી રહી છે. જો કે અકસ્માતની જાણ થતા જ સેવાલીયા પોલીસ અને સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહત-બચાવ કામગીરી હાથ ધરી હતી. એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોની મદદથી તમામ ઈજાગ્રસ્તોને સેવાલીયાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
બસની બ્રેક ફેઈલ થઈ હોવાનું પ્રાથમિક તારણ
પ્રાથમિક માહિતી અનુસાર બસની બ્રેક ફેઈલ થઈ જવાથી આ અકસ્માત સર્જાયો હતો. જો કે સદનસીબે અંબાવ વિસ્તારમાં ટ્રાફિક જામમાંથી નીકળ્યા બાદ આ અકસ્માત થયો હોવાથી મોટી જાનહાની ટળી ગઈ હતી. જો કે અકસ્માત સર્જાતા રસ્તા પર ટ્રાફિક જામ થયો હતો.
આ પણ વાંચો : Vadodara : હાથીખાના APMC માર્કેટમાં 12 દુકાનના તાળા તૂટયા, વેપારીઓમાં પોલીસ સામે ભારે રોષ