Kheda સામૂહિક દુષ્કર્મ કેસમાં ફરાર આરોપી ઝડપાયો, જાણો કોર્ટે શું કર્યો હુકમ?
- Kheda માં સામૂહિક દુષ્કર્મનો આરોપી ઝડપાયો
- સગીરાને પ્રેમમાં ફસાવી 9 નરાધમોએ આચર્યું હતું દુષ્કર્મ
- આરોપીને જેલને હવાલે કરવા કોર્ટનો હુકમ
Kheda Gang Rape Case: ખેડા જિલ્લામાં માનવતાને શર્મસાર કરતી સામૂહિક દુષ્કર્મની (Gangrape) ઘટનામાં લાંબા સમયથી ફરાર રહેલા મુખ્ય આરોપી સાહિલ લીયાકતખાન ઉર્ફે દાઉદ પઠાણ (Davood Pathan) ને પોલીસે ઝડપી પાડ્યો છે. કોર્ટમાં રજૂ કરાયા બાદ દાઉદ પઠાણને બિલોદરા જેલમાં ધકેલાયો છે.
3 વર્ષ સુધી સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું
મળતી જાણકારી અનુસાર તાજેતરમાં ખેડાના એક ગામમાં 9 જેટલા નરાધમ યુવકોએ એક સગીરાને (Minor) પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ આ નરાધમોએ સતત 3 વર્ષ સુધી પીડિતા પર દુષ્કર્મ ગુજાર્યું હતુ.આક્ષેપ છે કે નરાધમોઓએ સગીરાને ફોટા અને વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી દુષ્કર્મ ગુજારતાં હતા. જે બાદ ખેડા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી હતી. જે બાદ 8 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. જો કે મુખ્ય આરોપી ફરાર હતો. જે બાદ સઘન તપાસ હાથ ધરીને ફરાર આરોપી દાઉદ પઠાણની પણ ધરપકડ (Arrest) કરી હતી. તેની અટકાયત બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
સરકારી વકીલની ધારદાર દલીલો
આ ચકચારી કેસમાં ન્યાયિક પ્રક્રિયા (Judicial Process) દરમિયાન ખેડા જિલ્લાના મુખ્ય સરકારી વકીલ ધવલ આર. બારોટે પીડિતાના પક્ષે અત્યંત ધારદાર અને તર્કબદ્ધ દલીલો રજૂ કરી હતી. તેમણે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે આરોપીએ આચરેલું કૃત્ય સમાજ માટે કલંક સમાન છે અને આવા ગંભીર ગુનાના આરોપીને જામીન આપવા ન જોઈએ. વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને નામદાર કોર્ટે આરોપીને જેલ હવાલે કરવાનો હુકમ (Court Order) કર્યો હતો. આરોપી દ્વારા આચરવામાં આવેલા આ જઘન્ય અપરાધના પુરાવાઓ અને તેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ન્યાયાધીશે તેને બિલોદરા જિલ્લા જેલમાં મોકલવાનો નિર્ણય લીધો હતો.
સમાજમાં રોષ અને ન્યાયિક વ્યવસ્થા પ્રત્યે વધતો વિશ્વાસ
આ કેસમાં નવ આરોપીઓ દ્વારા ત્રણ વર્ષ સુધી આચરવામાં આવેલા દુષ્કર્મને કારણે સમગ્ર ખેડા જિલ્લામાં ભારે રોષ (Public Outrage) જોવા મળી રહ્યો છે. પોલીસની ત્વરિત કામગીરી અને ફરાર આરોપીને પકડી પાડવાની સફળતાને કારણે લોકોમાં પોલીસ તંત્ર પ્રત્યે સંતોષની લાગણી છે. આરોપી સાહિલ ઉર્ફે દાઉદ પઠાણને બિલોદરા જેલમાં ધકેલવામાં આવતા પીડિત પરિવારને ન્યાયની (Justice) આશા જાગી છે. આ ઘટના સગીરાઓની સુરક્ષા (Protection of Minors) અને આવા નરાધમો સામે કડક કાયદાકીય પાઠ ભણાવવા માટે એક ઉદાહરણ પૂરું પાડે છે. આગામી દિવસોમાં આ કેસની ટ્રાયલ ફાસ્ટ ટ્રેક પર ચાલે તેવી પણ શક્યતાઓ છે જેથી ગુનેગારોને વહેલી તકે કડકમાં કડક સજા થઈ શકે.
આ પણ વાંચોઃ Kheda હચમચી ગયું! 3 વર્ષ સુધી સગીરા પર 9 નરાધમોનું દુષ્કર્મ, આખરે આ રીતે ફૂટ્યો પાપનો ઘડો?


