Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kheda Crime News: સંતાન ન થતા પતિ બન્યો હેવાન! લોખંડના દસ્તાથી પત્નીનું માથું ફોડી નાખ્યું!

Kheda Crime News: ખેડા (Kheda) જિલ્લાના કઠલાલ (kathalal) પંથકમાં કાળજું કંપાવી દે તેવી એક ઘટના સામે આવી છે. ફાગવેલ તાલુકાના દાદાના મુવાડા (Dada na Muvada) ગામે પતિએ પોતાની પત્ની પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં સારવાર દરમિયાન પત્નીનું કરુણ મોત નિપજ્યું છે.
kheda crime news  સંતાન ન થતા પતિ બન્યો હેવાન  લોખંડના દસ્તાથી પત્નીનું માથું ફોડી નાખ્યું
Advertisement
  • ખેડા (Kheda) ના દાદાના મુવાડામાં પતિએ પત્નીની હત્યા કરી
  • સંતાન ન થવા બાબતે પતિએ પત્નીને માર્યો દસ્તો
  • માથામાં લોખંડનો દસ્તો વાગતા પત્નીનું સારવારમાં મોત
  • પિયરમાં રહેલી પત્ની પર પતિએ કર્યો હુમલો
  • અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન પત્નીનું મોત
  • કઠલાલ પોલીસે આરોપી પતિની અટકાયત કરી

Kheda Crime News: ખેડા (Kheda) જિલ્લાના કઠલાલ (kathalal) પંથકમાં કાળજું કંપાવી દે તેવી એક ઘટના સામે આવી છે. ફાગવેલ તાલુકાના દાદાના મુવાડા (Dada na Muvada) ગામે પતિએ પોતાની પત્ની પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં સારવાર દરમિયાન પત્નીનું કરુણ મોત નિપજ્યું છે. આ સમગ્ર મામલે કઠલાલ પોલીસે (Kathlal Police) ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ (Arrest) કરી છે.

Kheda ના દાદાના મુવાડામાં પતિએ પત્નીની હત્યા કરી

ઘટનાની વિગતો મુજબ, દાદાના મુવાડા ગામની દીકરીના લગ્ન ઠાસરા તાલુકાના રખિયાલ ગામે થયા હતા. લગ્નના લાંબા સમય બાદ પણ સંતાન ન થવા (Infertility issues) બાબતે પતિ-પત્ની વચ્ચે છેલ્લા ઘણા સમયથી ખટરાગ ચાલતો હતો. આ પારિવારિક કલેશને (Domestic dispute) કારણે પરિણીતા થોડા સમય અગાઉ પોતાના સાસરેથી પિયર દાદાના મુવાડા ગામે આવી ગઈ હતી.

Advertisement

Kheda-Kathlal- Murder Case-dadana muvada-Gujarat first

Advertisement

પિયરમાં જઈ પતિએ લીધો જીવ

પરિણીતા પિયરમાં હતી ત્યારે રાત્રિના અંદાજે દોઢ વાગ્યાના સુમારે પતિ ત્યાં પહોંચ્યો હતો. સંતાન ન થવાની બાબતે ફરી તકરાર થતા ઉશ્કેરાયેલા પતિએ પોતાની પત્નીના માથાના ભાગે લોખંડનો દસ્તો (Iron pestle) ઝીંકી દીધો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી પત્નીને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત (Death) નિપજ્યું હતું.

Kheda-Kathlal- Murder Case-dadana muvada-Gujarat first

કઠલાલ પોલીસે આરોપી પતિની અટકાયત કરી

કઠલાલ પોલીસે આ મામલે પત્નીની હત્યાનો (Murder) ગુનો દાખલ કરીને આરોપી પતિની અટકાયત કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી (Legal procedure) હાથ ધરી છે.

આ પણ વાંચો:  Vadodara Accident: ડ્રાઈવરને ઝોકું આવ્યું અને બસ સીધી શિવ મંદિરમાં ઘુસી ગઈ!

Tags :
Advertisement

.

×