Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kheda: ઉઢેલા પ્રકરણમાં LCB PI અને 5 કોન્સ્ટેબલની મુશ્કેલી વધી, માતર કોર્ટે શું કર્યો આદેશ?

ખેડાના ઉઢેલા ગામે 2022 માં ગરબા વિવાદ બાદ આરોપીઓને જાહેરમાં માર મારવાની ઘટનામાં માતર કોર્ટે મોટો આદેશ કર્યો છે. કોર્ટે તત્કાલીન LCB પીઆઈ સહિત 6 પોલીસકર્મીઓ વિરુદ્ધ ક્રિમીનલ કેસ નોંધી IPC 323 અને 166 હેઠળ સમન્સ પાઠવવાનો આદેશ કર્યો છે.
kheda  ઉઢેલા પ્રકરણમાં lcb pi અને 5 કોન્સ્ટેબલની મુશ્કેલી વધી  માતર કોર્ટે શું કર્યો આદેશ
Advertisement
  • Kheda:  માતરના ઉઢેલા ગામમાં નવરાત્રિમાં કોમી અથડામણ મામલો
  • તત્કાલીન LCB PI અને 5 કોન્સ્ટેબલ સામે કોર્ટમાં કાર્યવાહી
  • પોલીસે આરોપીઓને થાંભલા સાથે ભાથ ભીડાવી માર માર્યો હતો

Kheda: માતર તાલુકાના ઉઢેલા (Udhela) ગામે 2022 માં ગરબા વિવાદ બાદ આરોપીઓને જાહેરમાં માર મારવાની ઘટનામાં માતર કોર્ટે મોટો આદેશ કર્યો છે. કોર્ટે તત્કાલીન LCB પીઆઈ સહિત 6 પોલીસકર્મીઓ વિરુદ્ધ ક્રિમીનલ કેસ નોંધી IPC 323 અને 166 હેઠળ સમન્સ પાઠવવાનો આદેશ કર્યો છે.  આ આદેશ બાદ પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે.

આરોપીઓને જાહેરમાં માર માર્યો હતો

પ્રાપ્ત માહિતી માહિતી અનુસાર માતર (Matar) તાલુકાના ઉઢેલા ગામમાં વર્ષ 2022 માં નવરાત્રી (Navratri) દરમિયાન ગરબા રમવા બાબતે ગંભીર કોમી અથડામણ (Communal Clash) થઈ હતી. 3/10/2022 ના રોજ બનેલી આ ઘટનાના બીજા દિવસે પોલીસે પકડાયેલા આરોપીઓને જાહેરમાં સજા આપી હતી. પોલીસે આરોપીઓને ગામની વચ્ચે લાવી થાંભલા સાથે બાથ ભીડાવીને જાહેરમાં લાકડીઓ વડે માર માર્યો હતો. કાયદો અને વ્યવસ્થા જાળવવાને બદલે હાથમાં લીધેલી આ પ્રકારની વ્યવહાર સામે ભારે વિરોધ ઉઠ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા માનવાધિકાર ભંગ (Human Rights Violation) ના પ્રશ્નો પણ ઉભા થયા હતા.

Advertisement

Advertisement

તત્કાલીન LCB PI સહિત 5 પોલીસકર્મીઓ સામે કાર્યવાહી

પોલીસ દ્વારા કરવામાં આવેલા આ જાહેર અત્યાચાર મામલે ભોગ બનનારાઓએ કોર્ટનો આશરો લીધો હતો અને જવાબદાર પોલીસકર્મીઓ સામે ફરિયાદ દાખલ કરી હતી. આ મામલે લાંબી કાયદાકીય લડત બાદ માતર કોર્ટે તત્કાલીન લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ના પીઆઈ અને 5 કોન્સ્ટેબલ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ પોલીસ અધિકારીઓ સામે ક્રિમીનલ કેસ નંબર (Criminal Case Number) પાડવાનો મહત્વનો હુકમ કર્યો છે. ખાખીના જોરે કાયદો હાથમાં લેવો પોલીસકર્મીઓ માટે હવે મુશ્કેલીનું કારણ બન્યું છે, કારણ કે કોર્ટે આ મામલે કડક વલણ અપનાવ્યું છે.

IPC ની વિવિધ કલમો હેઠળ સમન્સ ઈશ્યુ કરવા આદેશ

માતર કોર્ટે આ કેસની સુનાવણી દરમિયાન તત્કાલીન પીઆઈ અને અન્ય 5 પોલીસ કોન્સ્ટેબલ વિરૂદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ-323 અને 166 મુજબ કાર્યવાહી કરવા જણાવ્યું છે. કોર્ટે આ તમામ પોલીસકર્મીઓ વિરૂદ્ધ સમન્સ (Summons) ઈશ્યુ કરવાનો હુકમ કર્યો છે. આ આદેશથી પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે અને સાબિત થયું છે કે ગણવેશમાં હોવા છતાં કોઈ પણ વ્યક્તિ ન્યાયિક પ્રક્રિયાથી ઉપર નથી.

આ પણ વાંચોઃ Kheda: ધારાસભ્ય Sanjaysinh Mahida દ્વારા 101 દીકરીઓના ચોથા ભવ્ય સમૂહ લગ્ન યોજાયા

Tags :
Advertisement

.

×