Nadiad: બિલ્ડરની શાન ઠેકાણે લવાઈ! Atul Patel ના ગેરકાયદે બાંધકામનો ખેલ ખતમ
નડિયાદના કોલેજ રોડ પર શીતવંદન કોમ્પ્લેક્સમાં બિલ્ડર અતુલ પટેલ દ્વારા કરવામાં આવેલું ગેરકાયદે બાંધકામ નડિયાદ મહાનગરપાલિકાએ તોડી પાડ્યું છે. બેઝમેન્ટ પાર્કિંગ ખુલ્લું કરાવી, મંજૂરી વગરના છઠ્ઠા અને સાતમા માળને સીલ કરવામાં આવ્યા છે. રહીશોની ફરિયાદ બાદ પાલિકાએ નોટિસ આપી આ કડક કાર્યવાહી હાથ ધરી હતી.
Advertisement
- Nadiad માં Atul Patel એ કરેલા દબાણ પર કાર્યવાહી
- મંજૂરી વિનાના બે માળ સીલ, બેઝમેન્ટનું દબાણ તોડી પડાયું
- બિલ્ડર અતુલ પટેલની મનમાની સામે રહીશોનો થયો વિજય
Nadiad: ખેડા જીલ્લાના વડા મથક નડિયાદમાં બિલ્ડર અતુલ પટેલની દાદાગીરીનો અંત આવ્યો છે. કોલેજ રોડ (College Road) વિસ્તારમાં આવેલ શીતવંદન કોમ્પ્લેક્સમાં (Sheetvandan Complex) મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ કોમ્પ્લેક્સના બિલ્ડર અતુલ પટેલ (Atul Patel) દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામ અને પાર્કિંગની જગ્યામાં કરેલા દબાણ પર તોડી પાડવામાં આવ્યું છે. જેથી અન્ય દબાણ કરનારા લોકોને ફાડાટ વ્પાયી ગયો છે. જ્યારે સ્થાનિક રહેવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

