Kheda : નડિયાદ મહાનગરપાલિકામાં પ્રથમ વખત મેયરની કરાશે નિમણૂંક, યુવા કોર્પોરેટરને મળી શકે છે સ્થાન
- Kheda ની નડિયાદ મહાનગરપાલિકામાં ભગવો લહેરાયો
- નડિયાદ મહાનગરપાલિકામાં ભાજપની 51 સીટ પર જીત થઇ છે
- મહાનગરપાલિકામાં પહેલી વાર મેયરની નિમણુંક કરવામાં આવશે
- મેયર તરીકે ઇશિત પટેલ અથવા મનીષ પટેલનું નામ આવી શકે છે
- બન્ને કોર્પોરેટર યુવા અને સૌથી વધુ લીડ મેળવી જીત્યા હતા
Kheda : નડિયાદ (nadiad) મહાનગરપાલિકાની ચૂંટણીના (election) પરિણામો (result) જાહેર થયા છે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને પોતાની સત્તા જાળવી રાખી છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ શહેરના તમામ 13 વોર્ડમાં ભાજપના ઉમેદવારોનો દબદબો જોવા મળ્યો છે. આ ચૂંટણીમાં મતદારોએ ભાજપના પક્ષમાં એકતરફી મતદાન કર્યું હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે.
Kheda : શહેરના વિકાસ માટે કઈ દિશામાં કામ કરવામાં આવશે
મેયર પદ માટે ઇશિત પટેલ અને મનીષ પટેલ (Manish Patel)ના નામ સૌથી આગળ ચાલી રહ્યા છે. બંને યુવા નેતાઓ છે અને ચૂંટણીમાં નોંધપાત્ર લીડ સાથે જીત્યા હોવાથી તેમની દાવેદારી વધુ મજબૂત માનવામાં આવી રહી છે. પાર્ટી હાઈકમાન્ડ દ્વારા હવે બંનેમાંથી કોને પસંદ કરવામાં આવશે તે મુદ્દે ચર્ચા ચાલી રહી છે. આ પરિણામે નડિયાદમાં ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીની લહેર છે, જ્યારે વિરોધ પક્ષ માટે આ પરિણામ પડકારરૂપ બન્યું છે. હવે સૌની નજર એ પર છે કે શહેરનો પ્રથમ મેયર કોણ બનશે અને આગામી સમયમાં શહેરના વિકાસ માટે કઈ દિશામાં કામ કરવામાં આવશે.
Kheda | Nadiad Municipal Corporation માં ભાજપની 51 સીટ પર જીત થઇ | Gujarat First
મનપામાં પહેલી વાર મેયરની નિમણૂંક કરવામાં આવશે
મેયર તરીકે ઇશિત પટેલ અથવા મનીષ પટેલ નું નામ ચર્ચામાં
બંને કોર્પોરેટર યુવા અને સૌથી વધુ લીડ મેળવી જીત્યા હતા #Kheda #Nadiad #NMC #NadiadMayor… pic.twitter.com/Ef12wLMvkc— Gujarat First (@GujaratFirst) April 29, 2026
બન્ને કોર્પોરેટર યુવા અને સૌથી વધુ લીડ મેળવી જીત્યા
વોર્ડ નંબર 1 થી લઈને 13 સુધીના મોટાભાગના વિજેતા ઉમેદવારો ભાજપના છે. કોંગ્રેસના ફાળે માત્ર વોર્ડ નંબર 12 માં હાર્દિક અશ્વિનભાઈ ભટ્ટ એકમાત્ર બેઠક જીતવામાં સફળ રહ્યા છે, જેમને 4200 મત મળ્યા છે. મહિલા ઉમેદવારોમાં નોંધપાત્ર છે. વોર્ડ નંબર 11 માં નિલમબેન રુચિરકુમાર જોષી 6724 મત મેળવી વિજેતા થયા છે. અનુસૂચિત જાતિ અને પછાત વર્ગ માટે અનામત બેઠકો પર પણ ભાજપના ઉમેદવારોએ મજબૂત પકડ જાળવી રાખી છે.
આ પણ વાંચો : Nadiad : સ્વામિનારાયણ મંદિર ખાતે Jagdishbhai Vishwakarma ની હાજરીમાં સભા


