Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kheda News: પોલીસનો સપાટો, 9 બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપ્યા

ખેડા જિલ્લા પોલીસે વિવિધ વિસ્તારોમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરીને મોટી સફળતા મેળવી છે. આ દરમિયાન ગેરકાયદેસર રીતે વસવાટ કરતા 9 બાંગ્લાદેશી નાગરિકો (3 પુરુષ, 5 મહિલા, 1 બાળક) ઝડપાયા છે. 60 થી વધુ શકમંદોની પૂછપરછ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ પોલીસે ઝડપાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી તેમને વતન પરત મોકલવાની તજવીજ હાથ ધરી છે.
kheda news  પોલીસનો સપાટો  9 બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપ્યા
Advertisement

Kheda News: ખેડા જિલ્લા પોલીસ, એસઓજી (SOG) અને વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા સંયુક્ત રીતે એક સઘન મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં શંકાસ્પદ રીતે અને ગેરકાયદેસર રીતે વસવાટ કરતા તત્વોને શોધી કાઢવાનો હતો. પોલીસની વિવિધ ટીમોએ નડિયાદ, માતર, મહેમદાવાદ અને કપડવંજ જેવા સંવેદનશીલ પંથકોમાં વ્યાપક ચેકિંગ અભિયાન ચલાવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન ૬૦થી વધુ શકમંદોને અટકાયતમાં લઈને તેમની સઘન પૂછપરછ કરવામાં આવી હતી અને તેમના ઓળખપત્રો તથા દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી.

9 બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત

તપાસના અંતે પોલીસને મોટી સફળતા મળી હતી. ચેકિંગ દરમિયાન કુલ 9 બાંગ્લાદેશી નાગરિકો કોઈપણ પ્રકારના માન્ય દસ્તાવેજો વગર ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હોવાનું બહાર આવ્યું હતું. ઝડપાયેલા આ વિદેશી નાગરિકોમાં 3 પુરુષ, 5 મહિલા અને 1 બાળકનો સમાવેશ થાય છે. મુખ્યત્વે નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાંથી 4 બાંગ્લાદેશી નાગરિકો મળી આવ્યા હતા. પોલીસની આ ત્વરિત કાર્યવાહીને પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે અને જિલ્લાની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બની છે.

Advertisement

શું આશ્રય આપનારા સામે પગલાં લેવાશે?

ઝડપાયેલા તમામ 9 વિદેશી નાગરિકો વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ઉપરાંત, આ તમામ લોકો છેલ્લા કેટલાક સમયથી કોના આશ્રય હેઠળ અને કયા સંજોગોમાં અહીં રહી રહ્યા હતા, તે દિશામાં પણ પોલીસે તપાસનો દોર આગળ ધપાવ્યો છે. તેમને આશ્રય આપનાર સ્થાનિક લોકો સામે પણ કડક પગલાં લેવાઈ શકે છે.

Advertisement

અન્ય શંકાસ્પદો પર બાજ નજર

આ ઓપરેશન હજુ પણ ચાલુ જ છે. હાલમાં 13 જેટલા અન્ય શંકાસ્પદ લોકોની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, જેથી જિલ્લામાં અન્ય કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કે વસવાટ ન રહે તે સુનિશ્ચિત કરી શકાય. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભવિષ્યમાં પણ સુરક્ષા એજન્સીઓ સાથે મળીને આવી કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે, જેથી જિલ્લાની શાંતિ અને સલામતી જળવાઈ રહે. આ પ્રકારની કાર્યવાહીથી સ્થાનિક નાગરિકોમાં પણ પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.

 આ પણ વાંચોઃ Kheda News: ડાકોરના ગોમતી તળાવ પાસે દુર્ઘટના, મઢૂલીનો ભાગ તૂટી પડ્યો

Tags :
Advertisement

.

×