Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kheda: 'ચૂંટણીમાં અમારી સામે ઉમેદવાર કેમ ઉભો કર્યો?' કહી માજી સરપંચ પર હુમલો

ખેડાના સાખેજ ગામે ચૂંટણીની અદાવતમાં માજી સરપંચ પ્રવિણસિંહ ઝાલા પર વિરોધી જૂથ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ચૂંટણીમાં ઉમેદવાર ઉભો રાખવાની અદાવત રાખીને કરાયેલા આ હુમલાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. ઘાયલ પ્રવિણસિંહ નડિયાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે પોલીસ દ્વારા ફરિયાદ ન નોંધાતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
kheda   ચૂંટણીમાં અમારી સામે ઉમેદવાર કેમ ઉભો કર્યો   કહી માજી સરપંચ પર હુમલો
Advertisement
  • Kheda ના સાખેજ ગામે ચૂંટણીની અદાવતમાં લોહિયાળ બબાલ
  • માજી સરપંચ પ્રવિણસિંહ ઝાલા પર થયો હિંસક હુમલો
  • પાનના ગલ્લે બેઠેલા માજી સરપંચને નિશાન બનાવાયા

Kheda: ખેડા જિલ્લાના સાખેજ (Sakhej) ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Elections) સંપન્ન થયા બાદ પણ રાજકીય વૈમનસ્ય ઓછું થવાનું નામ લેતું નથી. ચૂંટણીમાં વિજય-પરાજય બાદ સર્જાયેલી જૂની અદાવત (Election Rivalry) આજે એક હિંસક વળાંક પર આવીને ઉભી છે. ગામના માજી સરપંચ પ્રવિણસિંહ તખતસિંહ ઝાલા (Pravinsinh Zala) પર થયેલો જીવલેણ હુમલો આ વાતની સાક્ષી પૂરે છે કે ચૂંટણીનું મેદાન શાંત થયા બાદ પણ ગામડાઓમાં રાજકીય દ્વેષ યથાવત છે.

પાનના ગલ્લે બેઠેલા માજી સરપંચ પર ઘાતક હુમલો

ઘટનાની વિગતો મુજબ ગત રાત્રે સાખેજ ગામમાં માજી સરપંચ પ્રવિણસિંહ ઝાલા શાંતિથી પાનના ગલ્લે (Betel shop) ઉભા હતા. તે સમયે સામેના પક્ષના કેટલાક લોકો ત્યાં ધસી આવ્યા હતા. આ લોકોએ પ્રવિણસિંહ પર આક્ષેપ કર્યો હતો કે, "ચૂંટણીમાં તમે અમારી સામે ઉમેદવાર કેમ ઉભો રાખ્યો?" આ બાબતે બોલાચાલી શરૂ થઈ અને ક્ષણવારમાં જ વિરોધી જૂથના લોકોએ પ્રવિણસિંહ પર લાકડીઓ અને અન્ય હથિયારો વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. હુમલાખોરોનો ઈરાદો તેમને ગંભીર ઈજા પહોંચાડવાનો જ નહીં, પરંતુ જાનથી મારી નાખવાનો (Death threats) હોવાનું પીડિતે જણાવ્યું છે.

Advertisement

kheda humlo_GujaratFirst

Advertisement

સીસીટીવીમાં કેદ થઈ હુમલાની ક્રૂરતા

આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં (CCTV footage) સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ છે. વીડિયો ફૂટેજમાં જોઈ શકાય છે કે કેવી રીતે એકજૂથ થઈને આવેલા શખ્સો હુમલો કરી રહ્યા છે. આ દ્રશ્યો કોઈપણ વ્યક્તિને હચમચાવી દે તેવા છે. ગામમાં અને વિસ્તારમાં આ વીડિયો વાયરલ થતા લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે.

પોલીસની કામગીરી સામે સવાલો

ઘટનામાં ઈજાગ્રસ્ત માજી સરપંચે પોલીસ સામે ગંભીર આક્ષેપ કર્યા છે. કહ્યું હતુ કે 12 કલાકથી વધુ સમય વીતી ગયો, છતાં સ્થાનિક પોલીસ દ્વારા હજુ સુધી કોઈ પણ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. ઈજાગ્રસ્ત પ્રવિણસિંહ હાલ નડિયાદની (Nadiad) ખાનગી હોસ્પિટલમાં દાખલ છે.

આ પણ વાંચોઃ Kheda: નદીમાં ભૂગર્ભ ડેમ બનાવવાનો વિચાર કોનો હતો? કપડવંજમાં ડેમનું કામ આવ્યું વિવાદમાં

Tags :
Advertisement

.

×