Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

રાધનપુર કોંગ્રેસમાં મોટું ભંગાણ: Local Body Election પહેલા 300થી વધુ કાર્યકરોએ છેડો ફાડ્યો

Gujarat Politics: પાટણના રાધનપુર (Radhanpur) વિધાનસભા ક્ષેત્રમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભડકો થયો છે. સાંતલપુર તાલુકા પ્રમુખની વરણીથી નારાજ 300થી વધુ કાર્યકરો અને રાધનપુર-સાંતલપુરના તાલુકા-શહેર પ્રમુખોએ જિલ્લા પ્રમુખ પરબતભાઈ આહીર (Parbatbhai Ahir) સામે વિરોધ નોંધાવી રાજીનામા આપ્યા છે. આ મોટા ભંગાણથી ચૂંટણી પૂર્વે કોંગ્રેસના સંગઠનમાં ભારે કટોકટી સર્જાઈ છે.
રાધનપુર કોંગ્રેસમાં મોટું ભંગાણ  local body election પહેલા 300થી વધુ કાર્યકરોએ છેડો ફાડ્યો
Advertisement
  • રાધનપુર કોંગ્રેસમાં ભૂકંપ: 300 કાર્યકરોએ છેડો ફાડ્યો
  • ચૂંટણી પહેલા જ કોંગ્રેસ સાફ? રાધનપુરમાં મોટું ભંગાણ
  • પરબતભાઈ આહીર સામે કાર્યકરોનો બળવો, રાજીનામાની ઝડી.
  • સાંતલપુર અને રાધનપુર પ્રમુખોએ પક્ષને આપ્યો મોટો ઝટકો.
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પાટણ કોંગ્રેસ તૂટી!

Local Body Election: પાટણ (Patan) જિલ્લાના રાધનપુર (Radhanpur) વિધાનસભા વિસ્તારમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Local Body Elections) પહેલા કોંગ્રેસ (Congress) પક્ષમાં મોટું ભંગાણ સર્જાયું છે. સાંતલપુર (Santalpur) તાલુકા સમિતિના નવા પ્રમુખની વરણી કરવામાં આવતા પક્ષના જૂના અને વફાદાર કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી હતી. આ નારાજગી એટલી હદે વધી ગઈ કે રાધનપુર અને સાંતલપુર તાલુકાના મુખ્ય હોદ્દેદારો સહિત 300થી વધુ કાર્યકરોએ પક્ષમાંથી સામૂહિક રાજીનામા આપી દીધા છે.

જિલ્લા પ્રમુખ સામે મોરચો: પરબતભાઈ આહીરના વિરોધમાં બળવો

આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ (Patan District Congress Committee) ના પ્રમુખ પરબતભાઈ આહીર (Parbatbhai Ahir) હોવાનું સામે આવ્યું છે. નારાજ કાર્યકરોનો આક્ષેપ છે કે પ્રમુખ દ્વારા લેવાયેલા નિર્ણયો પક્ષના હિતમાં નથી. ખાસ કરીને સાંતલપુર તાલુકા સમિતિના નવા પ્રમુખની વરણીમાં સ્થાનિક કાર્યકરોનો વિશ્વાસ લેવામાં આવ્યો નથી. પરબતભાઈ આહીર (Parbatbhai Ahir) ના કાર્યશૈલી અને વિરોધમાં કોંગ્રેસના પાયાના આગેવાનોએ મેદાને આવીને પક્ષને રામ-રામ કહી દીધા છે.

Advertisement

Advertisement

Local Body Election પહેલાં ત્રણેય મહત્વના પ્રમુખોએ હોદ્દા ત્યાગ્યા

આ ભંગાણમાં સૌથી મોટો ફટકો ત્યારે પડ્યો જ્યારે રાધનપુર અને સાંતલપુરના મુખ્ય હોદ્દેદારોએ રાજીનામા આપ્યા. જેમાં રાધનપુર તાલુકા કોંગ્રેસ સમિતિ (Radhanpur Taluka Congress Committee) ના કાર્યકારી પ્રમુખ, સાંતલપુર તાલુકા કોંગ્રેસ સમિતિ (Santalpur Taluka Congress Committee) ના કાર્યકારી પ્રમુખ અને રાધનપુર શહેર કોંગ્રેસ સમિતિ (Radhanpur City Congress Committee) ના પ્રમુખે પણ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. એકસાથે શહેર અને તાલુકાના સંગઠન માળખામાં પડેલા આ ગાબડાને કારણે કોંગ્રેસની સ્થિતિ કફોડી બની છે.

ચૂંટણી પહેલા કોંગ્રેસના ગઢમાં ગાબડું

સ્થાનિક સ્વરાજ (Local Body Elections) ની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસ માટે આ અશુભ સંકેત માનવામાં આવે છે. રાધનપુર (Radhanpur) વિસ્તારમાં કોંગ્રેસનું મજબૂત વર્ચસ્વ રહ્યું છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં કાર્યકરોનું વિખૂટા પડવું આગામી પરિણામો પર મોટી અસર કરી શકે છે. રાજીનામું આપનાર આગેવાનોનું કહેવું છે કે જો પક્ષમાં કાર્યકરોની લાગણી દુભાતી હોય તો કામ કરવું અશક્ય છે. હવે જોવાનું એ રહેશે કે પ્રદેશ હાઈકમાન્ડ આ ડેમેજ કંટ્રોલ કરવા શું પગલાં ભરે છે.

આ પણ વાંચો: વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રીના કોંગ્રેસ પર આકરા પ્રહાર: 'કોંગ્રેસ એટલે નિષ્ફળ ગયેલી પ્રોડક્ટ'

Tags :
Advertisement

.

×