Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mansukh Vasava Interview With Gujarat First: પીએમ મોદીએ જ્યારે મારા જીવનની વાત કરી ત્યારે હું રડી પડ્યો હતો

Bharuch MP Mansukh Vasava: ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ ગુજરાત ફર્સ્ટ સાથેના ઈન્ટર્વ્યુમાં જણાવ્યું કે તેઓ હંમેશા પ્રજાના પ્રશ્નો માટે લડતા આવ્યા છે. તેમણે આમ આદમી પાર્ટી અને પોતાના ભાણેજ ચૈતર વસાવા પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે ચૈતરે સ્વાર્થ માટે BTP પાર્ટી ખતમ કરી અને તેઓ લોકોને ગેરમાર્ગે દોરે છે. ભાજપ અને પીએમ મોદીએ આદિવાસીઓનો સાચો વિકાસ કર્યો છે.
mansukh vasava interview with gujarat first  પીએમ મોદીએ જ્યારે મારા જીવનની વાત કરી ત્યારે હું રડી પડ્યો હતો
Advertisement

Studio On Wheels Interview With Mansukh Vasava: ભરૂચ (Bharuch) લોકસભા સીટના વરિષ્ઠ સાંસદ મનસુખભાઈ વસાવા (Mansukhbhai Vasava)એ તાજેતરમાં 'ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ' (Gujarat First News) સાથે એક ખાસ અને દિલ ખોલીને વાતચીત કરી હતી. આ વિશેષ સંવાદ દરમિયાન તેમણે પોતાના વિદ્યાર્થી કાળથી લઈને વર્તમાન રાજકારણ અને આદિવાસી સમાજના વિકાસ અંગે અનેક મહત્વના મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, "હું હંમેશા પ્રજાની પીડાનો અવાજ બનીને બહાર આવ્યો છું અને સમાજ સેવા એ જ મારો મુખ્ય ઉદ્દેશ્ય રહ્યો છે."

વિદ્યાર્થી રાજકારણ અને મોરારજી દેસાઈની પ્રેરણા

પોતાના શરૂઆતના જીવનને યાદ કરતા મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે તેઓ અમદાવાદ (Ahmedabad)ની પ્રતિષ્ઠિત સંસ્થા ગુજરાત વિદ્યાપીઠ (Gujarat Vidyapith)માં જી.એસ. (GS - General Secretary) તરીકે ચૂંટાયા હતા. વિદ્યાપીઠના સમયથી જ તેઓ વિદ્યાર્થીઓના પ્રશ્નો સતત ઉઠાવતા હતા. એ સમયે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ભારતના પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ (Morarji Desai) હતા. મોરારજી દેસાઈએ જ તેમને પ્રજાના પ્રશ્નો આ જ રીતે ઉઠાવવાની પ્રેરણા આપી હતી. તેમણે સ્વીકાર્યું કે પ્રજાના પ્રશ્નોને લઈને ક્યારેક અધિકારીઓ સાથે ઘર્ષણ પણ થાય છે, જે તેમને પણ નથી ગમતું છતાં પરિસ્થિતિઓને કારણે આવું થઈ જાય છે. તેમણે સમાજમાંથી દારૂ અને નશાની બદીઓને દૂર કરવા માટે પણ મોટા પાયે કામ કર્યું છે.

Advertisement

AAP અને ચૈતર વસાવા પર આકરા પ્રહારો

આ ઇન્ટરવ્યુમાં મનસુખભાઈ વસાવાએ આમ આદમી પાર્ટી (AAP) અને ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે છોટુભાઈ વસાવા (Chhotubhai Vasava) આદિવાસીઓના સાચા મશિહા હતા, પરંતુ આમ આદમી પાર્ટી (AAP)એ પોતાનો વ્યાપ વધારવા માટે છોટુભાઈની પાર્ટી બી.ટી.પી.ને ખતમ કરી નાખી. ચૈતર વસાવા અંગે વાત કરતા તેમણે કહ્યું, "ચૈતર વસાવા મારા દૂરના ભાણેજ થાય છે અને હું તેમને સારી રીતે ઓળખું છું.

Advertisement

ચૈતરે પોતાના સ્વાર્થ માટે BTPને પતાવી દીધી." તેમણે આક્ષેપ કર્યો કે ચૈતર વસાવા ખૂબ જ હાઈફાઈ જીવન જીવે છે, પણ પ્રશ્ન એ છે કે આટલા પૈસા ક્યાંથી આવે છે? તેમણે ઉમેર્યું કે તેઓ સમાજના વડીલ હોવા છતાં ચૈતર વસાવા તેમની સાથે ન છાજતું વર્તન કરે છે. સ્વાર્થ માટે ફોરેસ્ટના અધિકારીઓ પર હુમલો કરનાર ચૈતર વસાવાનું વ્યક્તિત્વ ગુસ્સાવાળું છે અને તેઓ ફિલ્મોના ગુંડાઓની જેમ લડાઈ-ઝગડા કરે છે, જે એક ધારાસભ્યને શોભતું નથી.

મોદી સરકાર દ્વારા આદિવાસીઓનો વિકાસ

સાંસદે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની પ્રશંસા કરતા કહ્યું કે, તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી (CM) હતા ત્યારથી જ તેમણે ટ્રાયબલ વિસ્તારની ખૂબ કાળજી રાખી છે. આદિવાસીઓ ખેતી કરી શકે તે માટે અનેક સહાયો આપવામાં આવી છે અને શિક્ષણના સ્તરમાં મોટો સુધારો થયો છે. સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU - Statue of Unity) વિસ્તારમાં સ્થાનિક આદિવાસીઓને મોટી સંખ્યામાં રોજગારી આપી છે. પરંતુ ચૈતર વસાવા અલગ વિચારધારાના સંગઠનો સાથે જોડાઈને અને અલગ 'ભીલ પ્રદેશ' (Bheel Pradesh)ની માંગણી કરીને લોકોને ગેરમાર્ગે દોરે છે અને ખોટો વિરોધ પ્રદર્શન કરે છે.

વડાપ્રધાન જ્યારે આદિવાસી વિસ્તારમાં આવે છે ત્યારે સુવિધાઓનો વિરોધ કરવાને બદલે તેમનો આભાર માનવો જોઈએ, પરંતુ આપ (AAP)ના નેતાઓ માત્ર ટીકાઓ જ કરે છે. આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ ખતમ થઈ જશે. ડેડીયાપાડા (Dediapada) વિધાનસભામાં લોકો ખોટી વાતોમાં આવી ગયા હતા, પરંતુ સાચો વિકાસ ભાજપે (BJP) જ કર્યો છે.

પાર્ટી લાઈનથી ઉપર ઉઠીને પ્રજાની સેવા

મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે તેઓ પોતાના કાર્યકાળ દરમિયાન કોંગ્રેસ (Congress)ના શાસનમાં પણ દારૂના અડ્ડાઓ અને ખનન માફિયાઓ સામે લડ્યા છે. જો ભાજપ (BJP)નો કોઈ કાર્યકર પણ ખોટું કરતો હોય તો તેઓ તેને પણ ખુલ્લો પાડે છે. પરિવાર કે પાર્ટીમાં પણ ખોટું કરનાર વ્યક્તિ તેમને સહન થતી નથી. તેઓ પોતાને આદિવાસીઓનો એક સામાન્ય સેવક માને છે અને ગરીબ પરિવારમાંથી આવે છે.

જ્યારે પીએમ મોદીએ તેમના જીવનનું વર્ણન કર્યું હતું ત્યારે તેઓ ભાવુક થઈને રડી પડ્યા હતા. આદિવાસીઓના પ્રશ્નો માટે તેઓ પોતાની જ સરકાર સામે ધરણા પર પણ બેઠા છે. અંતમાં તેમણે ચૈતર વસાવાને સલાહ આપી કે તેઓ ખોટા માર્ગે લોકોને દોરવાનું બંધ કરે અને સારા કાર્યો કરીને પોતાની ઓળખ બનાવે.

આ પણ વાંચો: Narmada માં ભાજપની પીછેહઠ બાદ સાંસદ મનસુખ વસાવા આક્રમક, આમ આદમી પાર્ટી પર કર્યા ગંભીર પ્રહારો

Tags :
Advertisement

.

×