Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ધારાસભ્ય Chaitar Vasava ની મુશ્કેલી વધી, ભરૂચ કોર્ટનું તેડું, જાણો સમગ્ર મામલો

ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસ વિભાગ વિરુદ્ધ કરેલા વિવાદાસ્પદ નિવેદન મામલે ભરૂચ કોર્ટે બદનક્ષીની નોટિસ ફટકારી છે. 'ગુજરાત પોલીસ દારૂ વેચે છે' તેવા નિવેદન સામે સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા ૨૩ જૂને તેમને હાજર રહેવા આદેશ કરાયો છે, જેનાથી તેમની કાયદાકીય મુશ્કેલીઓમાં નોંધપાત્ર વધારો થયો છે.
ધારાસભ્ય chaitar vasava ની મુશ્કેલી વધી  ભરૂચ કોર્ટનું તેડું  જાણો સમગ્ર મામલો
Advertisement
  • MLA Chaitar Vasava ની કાયદાકીય મુશ્કેલીઓમાં ફરી વધારો
  • પોલીસ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન બદલ કોર્ટે નોટિસ ફટકારી
  • 23 જૂને ભરૂચ કોર્ટમાં હાજર થવા આદેશ કરાયો

MLA Chaitar Vasava: આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ ઓછી થવાનું જ નામ જ નથી લઈ રહી. ચૈતર વસાવા એક બાદ એક કેસમાં ફસાઈ રહ્યા છે. ઝઘડિયા GIDC પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી બે ફરિયાદો બાદ હવે ભરૂચની કોર્ટે (Court) નોટિસ ફટકારી છે. આ મામલો જુલાઈ 2024માં ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા પોલીસ વિભાગ વિરુદ્ધ કરવામાં આવેલા એક વિવાદાસ્પદ નિવેદન (Statement) સાથે જોડાયેલો છે. ભરૂચના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભાવિન જોશીએ આ સંદર્ભે કડક વલણ અપનાવી ધારાસભ્યને હાજર થવા આદેશ કર્યો છે.

બદનક્ષીનો કેસ

ધારાસભ્ય ચૈતર વસાવાએ 'INDIA' ગઠબંધનની ઓફિસ ખાતે એવું નિવેદન આપ્યું હતું. આ નિવેદનમાં તેમણે આખા ગુજરાતની પોલીસ દારૂ વેચતી હોવાની છબી ઊભી કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. આ નિવેદનને પોલીસની મોટી બદનક્ષી સમાન ગણવામાં આવ્યું છે. આ નિવેદનને ગંભીરતાથી લઈને ભરૂચના તત્કાલીન એસપી મયુર ચાવડાએ આપેલા રિપોર્ટના આધારે મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યાએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. સરકારી વકીલની દલીલો સાંભળ્યા બાદ, કોર્ટે અવલોકન કર્યું કે આ નિવેદન પોલીસ દળની બદનક્ષી (Defamation) સમાન છે, પરિણામે ધારાસભ્ય વિરુદ્ધ નોટિસ ફટકારવામાં આવી છે.

Advertisement

23 જૂને કોર્ટમાં હાજર રહેવા આદેશ

ભરૂચની કોર્ટે આ મામલે સ્પષ્ટતા કરતા ધારાસભ્ય ચૈતર વસાવાને આગામી ૨૩ જૂનના રોજ કોર્ટમાં રૂબરૂ હાજર રહેવા માટેનું તેડું (Summons) મોકલ્યું છે. પોલીસની છબી ખરડવાના પ્રયાસ બદલ થયેલી આ કાર્યવાહીથી રાજકીય આલમમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. અગાઉના કેસો અને હવે આ નવી નોટિસને કારણે ચૈતર વસાવા માટે કાયદાકીય જંગ (Legal Battle) વધુ જટિલ બન્યો છે, જેની સીધી અસર તેમના રાજકીય ભવિષ્ય અને આગામી કાર્યક્રમો પર પડી શકે છે.

Advertisement

આ પણ વાંચોઃ Deesa ના રામપુરામાં ACB નો સપાટો, 15 હજારની લાંચ લેતા તલાટી રંગે હાથ પકડાઈ ગયા

Tags :
Advertisement

.

×