Una Firing Case મામલે ધારાસભ્ય કાળુ રાઠોડે કર્યો મોટો ધડાકો, કોણ છે 'માસ્ટરમાઈન્ડ'?
- Una Firing Case માં ધારાસભ્ય કાળુ રાઠોડનું વિસ્ફોટક નિવેદન
- અજય બાંભણીયા અને તેની ટોળકી પર બ્લેકમેઈલિંગનો આક્ષેપ
- વેપારીઓ અને નેતાઓને ફસાવવા કાવતરું રચાયાનો કર્યો દાવો
- સહાનુભૂતિ મેળવવા હીનકક્ષાનું નાટક રચાયું: કાળુભાઈ રાઠોડ
- ષડયંત્રમાં AAPના નેતાઓની સંડોવણી અંગે તપાસની માંગ
Una Firing Case: ઉનામાં થયેલા ફાયરિંગ પ્રકરણમાં હવે રાજકીય આક્ષેપબાજી તેજ બની છે. ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે પત્રકાર પરિષદમાં વિસ્ફોટક નિવેદન આપતા જણાવ્યું છે કે, અજય બાંભણીયા અને તેની ટોળકીએ વેપારીઓ અને રાજકીય નેતાઓને ફસાવવા તેમજ બ્લેકમેઈલ કરવા માટે આ હીન કક્ષાનું ષડયંત્ર રચ્યું હતું.
Una Firing Case માં વળાંક
ધારાસભ્યએ સીધો આક્ષેપ કર્યો છે કે જનમાનસમાં સહાનુભૂતિ મેળવવા માટે આ ફાયરિંગની ખોટી વાર્તા ઊભી કરવામાં આવી હતી. આ સમગ્ર માસ્ટરમાઈન્ડ ગેમમાં આમ આદમી પાર્ટી (AAP) ના અન્ય કયા સભ્યો અને ગુનાહિત ઈતિહાસ ધરાવતા તત્વો સામેલ છે, તેની તલસ્પર્શી તપાસ થવી જોઈએ. તેમણે માંગ કરી છે કે આ પ્રકરણમાં આઈપીસીની કલમ 120 (ગુનાહિત કાવતરું) મુજબ કાર્યવાહી થવી જોઈએ.
પોલીસની કામગીરીને બિરદાવી
કાળુભાઈ રાઠોડે પોલીસની કામગીરીના વખાણ કરતા કહ્યું કે, પોલીસે સમયસર આ 'નાટક'નો પર્દાફાશ કરી સત્ય સામે લાવવાનું પ્રશંસનીય કામ કર્યું છે. જોકે, તેમણે આ ષડયંત્રના મૂળ સુધી પહોંચી તમામ સૂત્રધારોને ખુલ્લા પાડવા પર ભાર મૂક્યો છે.
આ પણ વાંચો: વધુ એક હવાલાકાંડ! Visavadar માં નોટોના બંડલ ગણતા 'AAP'ના કાર્યકરોનો વીડિયો વાયરલ


