Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Arvalli : મોડાસામાં મિની વાવાઝોડાએ વતાર્વ્યો કહેર, એલિવેશન ગ્રિલ તૂટી પડતા મચી દોડધામ

Arvalli : અરવલ્લી જિલ્લાના મોડાસા અને ભિલોડા પંથકમાં કુદરતનો મિજાજ બદલાયો હતો. કાળા ડિબાંગ વાદળો અને ધૂળની ડમરીઓ સાથે ફૂંકાયેલા 'મિની વાવાઝોડા'એ સમગ્ર પંથકને બાનમાં લીધું હતું. પરંતુ, આ પવનની ગતિએ શહેરના મધ્યમાં આવેલા કરોડોના ખર્ચે બનેલા 'આઇકોનિક બસપોર્ટ'ના બાંધકામની મજબૂતીની કસોટી કરી લીધી.
arvalli   મોડાસામાં મિની વાવાઝોડાએ વતાર્વ્યો કહેર  એલિવેશન ગ્રિલ તૂટી પડતા મચી દોડધામ
Advertisement
  • Arvalli ના મોડાસામાં આઇકોનિક બસપોર્ટ પર વાવાઝોડાની અસર
  • મિની વાવાઝોડામાં એલિવેશન ગ્રિલ તૂટી પડી
  • ઊંચાઈથી પડેલી ગ્રિલના કારણે થઈ દોડધામ
  • તોતિંગ બનાવેલું બસપોર્ટમાં કુદરતી આફત વચ્ચે બન્યું જોખમી
  • મોડાસા ચાર રસ્તા પાસે સીડી પડતા કારને નુકસાન

Arvalli : સમગ્ર ગુજરાતમાં ગઈકાલે મિની વાવાઝોડાની (storm) અસર દેખાઈ હતી અને તેના કારણે ઘણી જગ્યાએ નુકસાન થયું હોવાની વાત સામે આવી છે. શહેરના મધ્યમાં હલકી ગુણવત્તાના બાંધકામના બસપોર્ટથી (bus port) જીવનું જોખમ ઉભુ થયું છે. મોડાસામાં (modasa) માત્ર 10 મિનિટ ફૂંકાયેલા પવને બાંધકામની પોલ ખોલી નાખી છે અને બસપોર્ટ પર હજારો લોકોની રહે છે અવરજવર. મોડાસા ચાર રસ્તા પાસે સીડી પડતા કારને નુકસાન થયું છે. ભિલોડા અને મોડાસા તાલુકામાં મિની વાવાઝોડાની અસર જોવા મળી હતી.

ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડી

માત્ર 10 મિનિટ સુધી ફૂંકાયેલા જોરદાર પવને આઇકોનિક બસપોર્ટની એલિવેશન ગ્રિલને કાગળની જેમ ફંગોળી દીધી હતી. ઊંચાઈ પરથી તોતિંગ ગ્રિલ નીચે પડતા મુસાફરોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ ઉપરાંત, મોડાસા ચાર રસ્તા પાસે એક સીડી પડવાને કારણે નીચે પાર્ક કરેલી કારને પણ નુકસાન પહોંચ્યું હતું. સુસવાટા મારતા પવનોને કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો અને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. અરવલ્લી જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. માલપુર મોડાસા અને સાઠંબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વાવાઝોડું શરૂ થતાં લોકોમાં દોડાદોડ મચી ગઈ હતી. જિલ્લામાં ઠેર ઠેર થયેલા વરસાદી ઝાપટાંના કારણે ખેડૂતોના મકાઈ બાજરી અને ઘઉં જેવા પાકો ઉપર માઠી અસર પડી હતી.

Advertisement

Advertisement

Arvalli : ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરાઈ

IMD અનુસાર, રાજ્યમાં આગામી 9થી 11 મે દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે તેવી આગાહી કરાઈ છે. વરસાદી માહોલ વચ્ચે પણ રાજ્યના મોટા શહેરોમાં ગરમીનો પ્રકોપ યથાવત્ છે. અમદાવાદ શહેરમાં આગામી 6 દિવસ માટે 'યલો ઍલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે, ગાંધીનગર અને રાજકોટમાં પણ ગરમીનો પારો 40ડિગ્રીને પાર કરી શકે છે. સુરત અને દ્વારકા જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 31 ડિગ્રી થી 34 ડિગ્રી વચ્ચે રહેતાં ગરમીનું જોર ઓછું રહેશે.

આ પણ વાંચો : Arvalli : શામળાજી પાસેનો મુખ્ય ઓવરબ્રિજ અસરગ્રસ્ત, બ્રિજ નીચેથી પોપડા પડતા વાહનચાલકો ગભરાયા

Tags :
Advertisement

.

×