Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Morbi : હોટેલ માલિકની આત્મહત્યાથી ખળભળાટ! જાણો કોણ છે આ 7 વ્યાજખોરો?

Morbi મા વ્યાજખોરોના ત્રાસની હોટેલ માલિકે કરી આત્મહત્યા અને 7 વ્યાજખોરો સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.આરોપી ઈમરાન માડકીયા,અજય ભટ્ટ, ગીરીરાજ સિંહ ગોહિલ,ભરત રબારી,અજીત રાઠોડ, વિપુલ રાઠોડ અને કિશન રબારી સામે ફરિયાદ નોંધી છે. આરોપીઓએ મૃતક પાસેથી 4 ટકાથી લઈ 30 ટકા સુધી વ્યાજ લીધો હોવાનો આક્ષેપ પરિજનો દ્વારા કરવામાં આવ્યો છે. પોલીસે ગુનો નોંધી તપાસ કરી શરૂ.
morbi   હોટેલ માલિકની આત્મહત્યાથી ખળભળાટ  જાણો કોણ છે આ 7 વ્યાજખોરો
Advertisement
  • Morbi માં ફરી વ્યાજખોરોનો ત્રાસ આવ્યો સામે
  • વ્યાજખોરોના ત્રાસથી પરિવાર રઝળી પડયો
  • પોલીસે 7માંથી 3 આરોપીની કરી ધરપકડ
  • મોરબી એ ડિવિઝન પોલીસે નોંધ્યો ગુનો
  • ફરાર આરોપીઓને શોધવા પોલીસે બનાવી ટીમ

Morbi : વ્યાજખોરના ત્રાસથી ફરી એક વાર પરિવાર (family) રઝળી પડયો છે અને તેમને પોતાનું સ્વજન ગુમાવવાનો વારો આવ્યો છે. વ્યાજખોરો કડક વસૂલાત કરતા હતા અને વ્યાજ લેતા હોવાની માહિતી સામે આવી છે, આરોપીઓએ મકાનનો દસ્તાવેજ, 8 કોરા ચેક, મોબાઈલ સહિતની વસ્તુઓ પડાવી સતત વ્યાજની માંગણી ચાલુ રાખતા આપઘાત (sucide) કર્યો હોવાની વાત સામે આવી છે. મૃતક અશ્વિનભાઈ બોપલીયાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃતકના પુત્ર નિરવભાઈ અશ્વિન બોપલીયાએ વ્યાજખોરો સામે ફરિયાદ (fir) નોંધાવી છે.

આરોપીઓ વસૂલતા હતા મજબૂત વ્યાજ

મોરબીમાં હોટેલના સંચાલકે વ્યાજખોરના ત્રાસથી આપઘાત કરી લીધો હોવાની વાત સામે આવી છે, વર્ષ 2019માં મૃતકે ધંધા માટે વ્યાજે 37 લાખ રૂપિયા લીધા હતા અને તેની સામે 74 લાખ રૂપિયા વ્યાજખોરોનો ચૂકવી આપ્યા હતા તેમ છત્તા વ્યાજખોરો રૂપિયાની વસૂલી કરતા હતા અને ધમકી આપતા હતા. તે દરમિયાન મૃતકે કંટાળીને 23 એપ્રિલ 2026ના રોજ તેમના ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો અને પોલીસે નાણાં ધીરનારની કલમ મુજબ 7 આરોપી સામે ગુનો નોંધ્યો છે અને 3 વ્યાજખોરોની ધરપકડ કરી છે અને 4 આરોપી હજી પણ ફરાર છે.

Advertisement

Advertisement

Morbi : મૃતકની જમીન પણ વ્યાજખોરોએ પચાવી લીધી

તો વ્યાજખોરોએ 11 વિઘા જમીન પણ મૃતકોની પચાવી લીધી છે. મૃતક અશ્વિનભાઈ અને ફરિયાદી નિરવભાઈએ વ્યજખોર ઈમરાન પાસેથી 12.50 લાખ રૂપિયા 4 ટકા વ્યાજે લઈ 50 લાખ ચૂકવી દઈ મકાનનું બાનાખત કરી આપ્યું હતું. જ્યારે અજય ભટ્ટ અને ગિરિરાજસિંહ પાસેથી 22 લાખ 5 ટકા વ્યાજે લઈ 18 લાખ ચૂકવ્યા હતા ભરત રબારી પાસેથી એક લાખ 20 ટકા વ્યાજે લીધા હતા જેમાં આરોપીએ કોરા ચેક પડાવી લીધા હતા. આરોપી વિપુલ રાઠોડ પાસેથી દોઢ લાખ 30 ટકા વ્યાજે લેતા આરોપીના ભાઈ અજિતે સેમસંગનો મોબાઈલ પડાવી લીધો હતો અને દોઢ લાખના 2.40 લાખ ચૂકવી આપ્યા હતા.

આ પણ વાંચો : Rajkot : જૂના મોરબી રોડ પર માથાભારે તત્વોનો આતંક

Tags :
Advertisement

.

×