Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Narmada: MLA દર્શનાબેન દેશમુખનું સ્વાગત કેમ ના કરાયું? આદિવાસી સમાજ લાલઘૂમ, ન્યાય નહીં તો આંદોલન

Narmada: નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખનું જાહેર કાર્યક્રમમાં સ્વાગત ન થતા વિવાદ વકર્યો છે. આ અપમાનના વિરોધમાં આદિવાસી સમાજ એકત્રિત થયો છે અને ધારાસભ્યને સમર્થન જાહેર કર્યું છે. જો ધારાસભ્યને ન્યાય નહીં મળે તો સમાજ આંદોલન કરશે તેવી ચીમકી અપાઈ છે. ડો. દર્શનાબેને પણ આંદોલનમાં સમાજ સાથે રહેવાની તૈયારી દર્શાવી છે, જેથી આગામી દિવસોમાં આ વિવાદ વધુ ગંભીર બને તેવી શક્યતા છે.
narmada  mla દર્શનાબેન દેશમુખનું સ્વાગત કેમ ના કરાયું  આદિવાસી સમાજ લાલઘૂમ  ન્યાય નહીં તો આંદોલન
Advertisement

 MLA Darshana Deshmukh Welcome Issue: નાંદોદના ધારાસભ્ય (MLA) ડો. દર્શનાબેન દેશમુખના સ્વાગત મામલે સર્જાયેલો વિવાદ હવે વધુ ઘેરો બન્યો છે. ગઈકાલે વડાપ્રધાનના 12 વર્ષના શાસનકાળની ઉજવણીના ઉપલક્ષમાં એક જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખની પણ ઉપસ્થિતિ હતી. જોકે, કાર્યક્રમ દરમિયાન પ્રોટોકોલ (Protocol) મુજબ તેમનું સ્વાગત ન કરવામાં આવતા ધારાસભ્ય ભારે નારાજ થયા છે. આ અપમાનજનક સ્થિતિના વિરોધમાં તેઓ ગઈકાલે ધરણા (Protest) પર બેસી ગયા હતા. આ ઘટનાના સમાચાર વાયુવેગે ફેલાતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ઉચ્ચ સ્તરીય સમજાવટ (Mediation) અને મધ્યસ્થીના પ્રયાસો બાદ સાંજના સમયે તેમણે ધરણા સમેટ્યા હતા. જોકે હવે આ અપમાન આદિવાસી સમાજ સાખી લેવા તૈયાર નથી.

Tags :
Advertisement

.

×