Narmada News: MLA ડો. દર્શનાબેન દેશમુખના સમર્થનમાં આવ્યા સાંસદ મનસુખ વસાવા, જાણો શું છે સમગ્ર મામલો?
રાજપીપળામાં સુશાસન કાર્યક્રમ દરમિયાન નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખનો પ્રોટોકોલ ન જળવાતા તેમણે ધરણા કર્યા છે. આ મામલે સાંસદ મનસુખભાઈ વસાવાએ ધારાસભ્યનું સમર્થન કરતા તેને આદિવાસી સમાજનું અપમાન ગણાવ્યું છે અને જિલ્લા પ્રમુખ નીલ રાવના રાજીનામાની માંગ કરી છે. ધારાસભ્યે છેલ્લા બે વર્ષથી જિલ્લા સંગઠન દ્વારા અપમાન થતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે.
Advertisement
Narmada News: રાજપીપળા (Rajpipla) ખાતે યોજાયેલા સુશાસન કાર્યક્રમ (Good Governance Program) દરમિયાન નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ સાથે થયેલા કથિત અપમાનના મામલે રાજકીય ગરમાવો આવ્યો છે. આંબેડકર હોલ ખાતે આયોજિત પ્રબુદ્ધ નાગરિક સન્માન સમારોહમાં ધારાસભ્યનો પ્રોટોકોલ (Legislative Protocol) ન જળવાતા અને તેમનું સ્વાગત પણ કરવામાં ન આવતા તેઓ ભારે નારાજ થયા છે.

