Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Naswadi માં કાળમુખો Triple Accident, એસટી બસ અને ટ્રક વચ્ચે બાઈક કચડાઈ, ભાજપ અગ્રણીના ભાઈનું મોત

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પાસે ડણી ગામ નજીક એક કરુણ ટ્રિપલ અકસ્માત થયો છે. સરકારી એસટી બસ, ટ્રક અને બાઈક વચ્ચે થયેલી આ ભીષણ ટક્કરમાં બાઈક સવાર ભરત નરસિંહ ભીલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. મૃતક નસવાડી તાલુકા ભાજપ ઉપપ્રમુખ દિલીપ ભીલના મોટાભાઈ હોવાથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. નસવાડી પોલીસે અકસ્માત અંગે કાયદેસરની તપાસ હાથ ધરી છે.
naswadi માં કાળમુખો triple accident  એસટી બસ અને ટ્રક વચ્ચે બાઈક કચડાઈ  ભાજપ અગ્રણીના ભાઈનું મોત
Advertisement
  • છોટાઉદેપુરના Naswadi તાલુકાના ડણી ગામ પાસે Triple Accident
  • એસટી બસ, ટ્રક અને બાઈક વચ્ચેની જોરદાર ટક્કર થઈ
  • ગમખ્વાર અકસ્માતમાં બાઈક સવારનું ઘટનાસ્થળે જ કરુણ મોત
  • બાઈક ચાલક ભરત નરસિંહ ભીલનું પ્રાણપંખેરું ઊડી ગયું

Naswadi Triple Accident Death: છોટાઉદેપુર જિલ્લાના નસવાડી વિસ્તારમાં એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની (Road Accident) ઘટના સામે આવી છે. નસવાડીના ડણી ગામ પાસે સરકારી એસટી બસ (ST Bus), ટ્રક અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ત્રિપલ અકસ્માતમાં બાઈક સવારનું ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ બનાવના કારણે વાહન વ્યવહાર પર પણ અસર પડી હતી.

Naswadi Triple Accident Death_GUJARAT 01

Advertisement

ભાજપ ઉપપ્રમુખના મોટાભાઈનું અકસ્માતમાં મોત

આ અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિની ઓળખ ભરત નરસિંહ ભીલ તરીકે થઈ છે. તેઓ નસવાડી તાલુકા ભાજપ ઉપપ્રમુખ (BJP Vice President) દિલીપ ભીલના સગા મોટાભાઈ હતા. અચાનક થયેલા આ અકસ્માતથી ભીલ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. રાજકીય અગ્રણીના ભાઈનું અકસ્માતમાં મોત થવાના સમાચાર વાયુવેગે પ્રસરતા શોકનું મોજું ફરી વળ્યું છે. અનેક લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

Advertisement

આ પણ વાંચો----- Surat માં માટીના Trucks ચાલકો સામે Police નું Action, મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાની સૂચનાથી તપાસનો ધમધમાટ

નસવાડી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

અકસ્માતની જાણ થતા જ નસવાડી પોલીસની (Naswadi Police) ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતકના શબને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ (Hospital) ખસેડવાની તજવીજ હાથ ધરી છે. આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે. એસટી બસ અને ટ્રક ચાલકની કોઈ બેદરકારી છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. અકસ્માતના કારણે બાઈકનો કચ્ચરઘાણ (Crushed) નીકળી ગયો હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા.

Naswadi Triple Accident Death_GUJARAT 0

આ પણ વાંચો----- Tharad Sessions Court નો મોટો ચુકાદો, યુવતીની Murder કરનાર અશ્વિન પરમારને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદ

 

Tags :
Advertisement

.

×