Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Navsari : ચાલુ બસે ડ્રાઈવર ફોન પર વાત કરતો હતો અને સર્જાયો અકસ્માત, 11 ઘાયલ

Navsari : દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં આવેલા ખેરગામ (Khergam) વિસ્તારના શામળા ફળિયા પાસે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. સુરતથી ધરમપુર આશ્રમ (Dharampur Ashram) જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર કુલ 11 મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
navsari   ચાલુ બસે ડ્રાઈવર ફોન પર વાત કરતો હતો અને સર્જાયો અકસ્માત  11 ઘાયલ
Advertisement
  • નવસારી (Navsari) ના ખેરગામ શામળા ફળિયા ખાતે અકસ્માત
  • લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત
  • સુરતથી ધરમપુર આશ્રમ ખાતે જઈ રહેલી બસને નડ્યો અકસ્માત
  • બસમાં સવાર 6 મહિલા સહિત 11 લોકોને સારવાર અર્થે ખસેડાયા
  • લક્ઝરી બસના ચાલકની ગંભીર ભૂલના કારને અકસ્માત સર્જાયો
  • ફોન પર વાત કરતો હોવાથી અકસ્માત થયો હોવાનું સામે આવ્યું

Navsari : દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં આવેલા ખેરગામ (Khergam) વિસ્તારના શામળા ફળિયા પાસે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. સુરતથી ધરમપુર આશ્રમ (Dharampur Ashram) જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર કુલ 11 મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મોબાઈલ ફોન બન્યો અકસ્માતનું કારણ

આ ઘટનાની સૌથી ચોંકાવનારી વિગત એ છે કે, આ અકસ્માત લક્ઝરી બસના ચાલકની ગંભીર બેદરકારીના કારણે સર્જાયો હતો. બસમાં સવાર મુસાફર પાચાભાઈ સાવલિયાના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે બસનો ડ્રાઈવર ચાલુ બસે મોબાઈલ ફોન પર વાત કરી રહ્યો હતો. ફોન પર વાત કરવામાં મશગૂલ ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ સામેથી આવતી ટ્રક સાથે અથડાઈ હતી.

Advertisement

Navsari Accident - Gujarat first 2

Advertisement

ઘાયલોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ

મળતી માહિતી મુજબ, અકસ્માતગ્રસ્ત બસમાં સવાર કુલ 11 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. જેમાં 6 મહિલાઓ, 2 પુરુષો અને 3 માસૂમ બાળકોનો સમાવેશ થાય છે. અકસ્માત થતા જ આસપાસના સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડવાની વ્યવસ્થા કરી હતી. સદનસીબે, કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ડ્રાઈવરની આ અક્ષમ્ય ભૂલે અનેક જીવોને જોખમમાં મૂક્યા હતા.

Navsari Accident - Gujarat first

સ્થાનિક પોલીસે (Navsari Police) ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવો એ કાયદાકીય ગુનો હોવા છતાં, આવા કિસ્સાઓ મુસાફરોની સુરક્ષા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કરે છે.

આ પણ વાંચો :  T20 World Cup 2026 : T20 વર્લ્ડકપને લઈને મહત્વના સમાચાર, અમદાવાદમાં જ રમાશે ફાઈનલ!

Tags :
Advertisement

.

×