Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Navsari News : પૂર્ણા નદીના પટ પર ગેરકાયદેસર રેતી ખનનનો પર્દાફાશ, 2 કરોડનો મુદ્દામાલ જપ્ત

Navsari News : રાજ્યમાં ખનીજ માફિયાઓનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. નવસારીના પૂર્ણા નદી કિનારે છેલ્લા 6 મહિનાથી બેફામ થયેલા ખનન માફિયાઓ પર પ્રાંત અધિકારીની ટીમે લાલા આંખ કરી છે. આમડપોર ગામે પૂર્ણા નદીના પટને તોડીને કરવામાં આવતા ખનનનો પર્દાફાશ કરીને તંત્રએ લાખો રૂપિયાનું ખનીજ ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું છે.
navsari news   પૂર્ણા નદીના પટ પર ગેરકાયદેસર રેતી ખનનનો પર્દાફાશ  2 કરોડનો મુદ્દામાલ જપ્ત
Advertisement
  • Navsari News : આમડપોર ગામના પૂર્ણા નદીના પટમાં ગેરકાયદેસર ખનન
  • સીએમ (CM) ને ફરિયાદ મળતા પ્રાંત અધિકારીની કાર્યવાહી
  • 5 હિટાચી, 6 નાવડી અને 12 ટ્રક સાથે 2 કરોડનો મુદ્દામાલ જપ્ત
  • છ મહિનાથી ચાલતા ખનન સામે ખાણ ખનીજ વિભાગની મૌન ભૂમિકા
  • સ્થાનિક તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ

Navsari News : રાજ્યમાં ખનીજ માફિયાઓનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. નવસારીના પૂર્ણા નદી કિનારે છેલ્લા 6 મહિનાથી બેફામ થયેલા ખનન માફિયાઓ પર પ્રાંત અધિકારીની ટીમે લાલા આંખ કરી છે. આમડપોર ગામે પૂર્ણા નદીના પટને તોડીને કરવામાં આવતા ખનનનો પર્દાફાશ કરીને તંત્રએ લાખો રૂપિયાનું ખનીજ ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું છે.

Navsari News : CM ભૂપેન્દ્રભાઈ પટેલને ફરિયાદ બાદ એક્શન

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે ગ્રામજનો અને ગામના આગેવાનો દ્વારા અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Chief Minister) ને રજૂઆત કરવામાં આવી હતી. આ ફરિયાદના પગલે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ આયોજનબદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રાંત અધિકારીએ ડીએલઆર (DLR) અને આરટીઓ (RTO) ની ટીમોને સાથે રાખીને સંયુક્ત દરોડા પાડ્યા હતા.

Advertisement

Advertisement

બે કરોડનો મુદ્દામાલ જપ્ત

પ્રાપ્તથતી માહિતી અનુસાર આ દરોડા દરમિયાન તંત્રને ઘટનાસ્થળેથી વ્યાપક પ્રમાણમાં મશીનરી મળી આવી હતી. જેમાં 5 હિટાચી મશીન (Hitachi machines), 6 નાવડી (Boats) અને 12 ટ્રક (Empty trucks) કબજે કરવામાં આવ્યા છે. કુલ અંદાજે રૂ. 2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, રેતી સાથે કિનારે આવેલી આમડપોર ગામની ગોચર જમીન (Grazing land) માંથી માટી ખનન (Soil mining) કરવામાં આવતું હોવાની પણ ફરિયાદ હતી, જેની તપાસ પણ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Nadiad News : માઈ મંદિર રોડ પર MGVCLની ડીપીમાં લાગી ભીષણ આગ, સ્થાનિકોમાં ભયનો માહોલ

Tags :
Advertisement

.

×