Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Navsari Lafakand: ચૂંટણીના દિવસે થયેલા 'લાફાકાંડ' માં આખરે એક્શન,પૂર્વ ચીફ ઓફિસરની વધી મુશ્કેલી

Navsari Lafakand: નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનના દિવસે થયેલા ચર્ચિત 'લાફાકાંડ' માં પોલીસે આખરે મોટી કાર્યવાહી કરી છે. નવસારી નગરપાલિકાના પૂર્વ ચીફ ઓફિસર સુરેશ શેઠ (Suresh Sheth) વિરુદ્ધ જાતિ વિષયક ટિપ્પણી અને મારપીટ કરવા બદલ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
navsari lafakand  ચૂંટણીના દિવસે થયેલા  લાફાકાંડ  માં આખરે એક્શન પૂર્વ ચીફ ઓફિસરની વધી મુશ્કેલી
Advertisement
  • Navsari Lafakand માં પોલીસની મોટી કાર્યવાહી
  • નવસારી નપાના પૂર્વ ચીફ ઓફિસર વિરુદ્ધ ગુનો દાખલ
  • સુરેશ શેઠે (Suresh Sheth) કોંગ્રેસ ઉમેદવારને માર્યા હતા લાફા
  • વોર્ડ-13ના ઉમેદવારના સસરા છે સુરેશ શેઠ
  • જાતિ વિષયક ટિપ્પણીનો પણ લાગ્યો આરોપ

Navsari Lafakand: નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનના દિવસે થયેલા ચર્ચિત 'લાફાકાંડ' માં પોલીસે આખરે મોટી કાર્યવાહી કરી છે. નવસારી નગરપાલિકાના પૂર્વ ચીફ ઓફિસર સુરેશ શેઠ (Suresh Sheth) વિરુદ્ધ જાતિ વિષયક ટિપ્પણી અને મારપીટ કરવા બદલ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Navsari Lafakand માં પોલીસની મોટી કાર્યવાહી

મળતી માહિતી મુજબ, મતદાનના દિવસે વોર્ડ નંબર 13 ના ઉમેદવાર માધવી શેઠના સસરા અને પૂર્વ ચીફ ઓફિસર સુરેશ શેઠે કોંગ્રેસના ઉમેદવાર સાથે ઘર્ષણ કર્યું હતું. આ વિવાદ દરમિયાન સુરેશ શેઠે કોંગ્રેસના ઉમેદવારને લાફા ઝીંકી દીધા હતા, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઘટના બાદ રાજકીય માહોલ ગરમાયો હતો.

Advertisement

સુરેશ શેઠ વિરુદ્ધ એટ્રોસિટી હેઠળ ગુનો

કોંગ્રેસ ઉમેદવાર દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે સુરેશ શેઠ અને અન્ય એક વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે સુરેશ શેઠે માત્ર શારીરિક હુમલો જ નહીં, પરંતુ જાતિ વિષયક અપમાનજનક ટિપ્પણી પણ કરી હતી. હાલ પોલીસે એટ્રોસિટી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat Weather Forecast: આગામી 48 કલાક રાજ્યમાં અસહ્ય ઉકળાટ રહેશે, મે મહિનામાં ગરમી તોડશે રેકોર્ડ

Tags :
Advertisement

.

×