C R Paatil સાથે મુલાકાત પાછળનું અસલી કારણ આવ્યું સામે! શું Nilesh Kumbhani ભાજપમાં જોડાશે?
અમરેલી-સુરતની રાજનીતિમાં ફરી એકવાર ચર્ચા
કોંગ્રેસના પૂર્વ નેતા અને સી.આર.પાટીલ વચ્ચે મુલાકાત
બંને નેતાઓ વચ્ચે મુલાકાતથી રાજકીયબેડામાં ચર્ચા
સમગ્ર મામલે ગુજરાત ફર્સ્ટની નીલેશ કુંભાણી સાથે વાતચીત
નીલેશ કુંભાણી ગુજરાત ફર્સ્ટ સાથે EXCLUSIVE
C R Paatil Nilesh Kumbhani Meeting: સુરતના (Surat) પૂર્વ કોર્પોરેટર અને કોંગ્રેસના (Congress) પૂર્વ નેતા નિલેશ કુંભાણી (Nilesh Kumbhani) ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. હાલમાં જ અમરેલીના (Amreli) રાજુલા (Rajula) ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ (C. R. Paatil) સાથેની તેમની મુલાકાતે રાજકીય જગતમાં અનેક તર્ક-વિતર્ક જગાવ્યા હતા. આ મુલાકાત બાદ નિલેશ કુંભાણીએ પ્રથમવાર મીડિયા સમક્ષ આવીને પોતાની પ્રતિક્રિયા આપી છે.
મુલાકાત પાછળનું કારણ શું?
નિલેશ કુંભાણીએ (Nilesh Kumbhani) સ્પષ્ટતા કરી હતી કે આ મુલાકાત માત્ર સૌજન્ય મુલાકાત હતી. તેમણે જણાવ્યું કે રાજુલામાં (Rajula) તેમની ફેક્ટરીનું ઉદ્ઘાટન (Factory Inauguration) હોવાથી તેમણે સી.આર. પાટીલને (C. R. Paatil) આમંત્રણ આપ્યું હતું. પાટીલ સાહેબ જળ સંમેલન (Jal Sammelan) માટે તે વિસ્તારમાં હોવાથી અડધો કલાકનો સમય ફાળવીને ચા-પાણી માટે આવ્યા હતા. આ દરમિયાન કોઈ પણ પ્રકારની રાજકીય ચર્ચા (Political Discussion) થઈ નથી તેમ તેમણે ઉમેર્યું હતું.
Nilesh Kumbhani C.R. Paatil meeting Amreli
Amreli: C.R. Paatil અને Nilesh Kumbhaniવચ્ચે મુલાકાત, શું BJPમાં થશે એન્ટ્રી? | Gujarat First
અમરેલી-સુરતની રાજનીતિને લઈ સૌથી મોટા સમાચાર
કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ અને નિલેશ કુંભાણી વચ્ચે મુલાકાત
કોંગ્રેસના સસ્પેન્ડેડ અને પૂર્વ… pic.twitter.com/3wehCJpseA— Gujarat First (@GujaratFirst) March 3, 2026
Nilesh Kumbhani ભાજપમાં જોડાશે કે કેમ?
ભાજપમાં (BJP) જોડાવાની પ્રબળ અટકળો વિશે પૂછવામાં આવતા કુંભાણીએ જણાવ્યું હતું કે, "હાલમાં કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાવાનો મારો વિચાર નથી. જો ભવિષ્યમાં કોઈ નિર્ણય લેવાનો થશે, તો હું મારા વડીલો, ટેકેદારો અને કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરીને યોગ્ય નિર્ણય લઈશ." તેમણે એમ પણ કહ્યું કે જો કોઈ પક્ષમાં જોડાશે તો તેની જાણ મીડિયાના માધ્યમથી જરૂર કરશે.
કોંગ્રેસ સામે વ્યક્ત કર્યો રોષ
નિલેશ કુંભાણીએ (Nilesh Kumbhani) ભૂતકાળની વાતો વાગોળતા જણાવ્યું હતું કે ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં (2017 Assembly Elections) છેલ્લી ઘડીએ કોંગ્રેસે તેમની ટિકિટ કાપી હતી. તેમજ 2024માં પણ કાર્યકરોના કહેવાથી ફોર્મ પરત ખેંચવાની સ્થિતિ સર્જાઈ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. હાલમાં કોંગ્રેસ દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જે બાબતે પણ તેમણે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.
સુરત લોકસભાનો ઇતિહાસ અને નિલેશ કુંભાણી
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં સુરત બેઠક પરથી નિલેશ કુંભાણીએ કોંગ્રેસ (Congress) ના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. જોકે, તેમના ટેકેદારોની સહીઓમાં વિસંગતતાના કારણે તેમનું ફોર્મ રદ થયું હતું અને ત્યારબાદ અન્ય ઉમેદવારોએ પણ ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના મુકેશ દલાલ (Mukesh Dalal) બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. આ ઘટના બાદ કોંગ્રેસે કુંભાણીને પક્ષમાંથી સસ્પેન્ડ (Suspended) કર્યા હતા. ત્યારથી કુંભાણી રાજકીય રીતે અલિપ્ત હતા, પરંતુ ભાજપના દિગ્ગજ નેતાઓની તેમની સાથેની મુલાકાત કંઈક નવું રંધાઈ રહ્યું હોવાના સંકેત આપે છે.
આ પણ વાંચો: Gujarat Politics: કેન્દ્રીય મંત્રી C.R પાટીલ અને નિલેશ કુંભાણીની મુલાકાતથી ગરમાયું રાજકારણ


