Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

DyCM હર્ષભાઈ સંઘવીની હાજરીમાં Chetansinh Parmar ભાજપમાં જોડાયા, કોંગ્રેસને મોટો ઝટકો

પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારે સ્થાનિક ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. ઘોઘંબામાં આયોજિત વિકાસ સંકલ્પ સભામાં હર્ષ સંઘવીની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા હતા. 17 વર્ષથી વધુ સમય સુધી કોંગ્રેસમાં વિવિધ પદો પર રહેલા પરમારના પક્ષ પલટાથી જિલ્લાના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળશે.
dycm હર્ષભાઈ સંઘવીની હાજરીમાં chetansinh parmar ભાજપમાં જોડાયા  કોંગ્રેસને મોટો ઝટકો
Advertisement
  • જિલ્લા પ્રમુખ Chetansinh Parmar એ કોંગ્રેસનો છેડો ફાડ્યો
  • ઘોઘંબામાં વિકાસ સંકલ્પ સભામાં ભાજપમાં જોડાયા
  • પંચમહાલમાં સ્થાનિક ચૂંટણી ટાણે જ કોંગ્રેસને મોટો ઝટકો

Chetansinh Parmar Join BJP: પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) નજીક આવી રહી છે, ત્યારે જ કોંગ્રેસ પક્ષમાં મોટું ગાબડું પડ્યું છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસના કદાવર નેતા અને છેલ્લા 7 વર્ષથી જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળતા ચેતનસિંહ પરમારે (Chetansinh Parmar) કોંગ્રેસ સાથેનો છેડો ફાડી નાખ્યો છે. તેમના આ નિર્ણયથી જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

વિકાસ સંકલ્પ સભામાં કેસરિયો ધારણ કર્યો

ઘોઘંબા ખાતે આયોજિત 'વિકાસ સંકલ્પ સભા' (Vikas Sankalp Sabha) દરમિયાન ચેતનસિંહ પરમારે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DyCM Harshabhai Sanghvi) ની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. DyCM એ તેમને કેસરિયો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા. આ પ્રસંગે ભાજપના અન્ય સ્થાનિક હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો (Party Workers) ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Advertisement

લાંબો રાજકીય અનુભવ અને કોંગ્રેસ સાથેની સફર

ચેતનસિંહ પરમાર પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસનો મજબૂત ચહેરો ગણાતા હતા. તેઓ છેલ્લા 7 વર્ષથી જિલ્લા પ્રમુખ તરીકે કાર્યરત હતા, જ્યારે તે પૂર્વે 10 વર્ષથી વધુ સમય સુધી તેમણે તાલુકા કોંગ્રેસ પ્રમુખ (Taluka Congress President) તરીકે સેવા આપી હતી. આમ, લગભગ બે દાયકાથી કોંગ્રેસ સાથે જોડાયેલા નેતાએ પક્ષને અલવિદા કહેતા સ્થાનિક સ્તરે કોંગ્રેસનું સંગઠન નબળું પડે તેવી શક્યતા છે.

ચૂંટણી ગણિત પર અસર

સ્થાનિક ચૂંટણીના ટાણે જ જિલ્લા પ્રમુખનું રાજીનામું (Resignation) કોંગ્રેસ માટે કપરા ચઢાણ સમાન છે. પંચમહાલના અંતરિયાળ વિસ્તારોમાં પરમારનું સારું પ્રભુત્વ હોવાનું મનાય છે. ભાજપ આ જોડાણ દ્વારા જિલ્લામાં પોતાની પકડ વધુ મજબૂત કરવા માંગે છે. આગામી દિવસોમાં તેમના સમર્થકો પણ ભાજપમાં જોડાય તેવી પ્રબળ સંભાવના છે.

આ પણ વાંચોઃ Gujarat: 15 મહાનગરપાલિકાઓમાં 3146 ઉમેદવારો વચ્ચે સીધો ચૂંટણી જંગ, જાણો કેટલા ફોર્મ પરત ખેંચાયા?

Tags :
Advertisement

.

×